આવતા વર્ષના વરસાદનો વરતારો નક્કી કરવા ગામની વર્ષો જુની પરંપરા આજ પણ ચાલે છે
ખાસ-ખબર ન્યૂઝ તાલાલા
તાલાલા તાલુકાનાં ધાવા ગીર ગામે વર્ષો પહેલાં રક્ષાબંધનના પાવન દિવસે ગામના વડવાઓ દ્રારા આગળના વર્ષના વરસાદનો વરતારો નક્કી કરવા હરીયુ સ્પર્ધા યોજાતી હતી.વર્ષો જુની પરંપરા આજના આધુનિક યુગમાં પણ ધાવા ગીરમાં ચાલે છે.
- Advertisement -
રક્ષાબંધનના દિવસે ધાવા ગીર ગામે ચોમાસાના ચાર માસના નામ રાખી ચાર બાળકોને ખંભે પાણી ભરેલ ઘડો રાખી દોડવાની હરીયુ હરીફાઈ યોજાઈ હતી જેમાં શ્રાવણ માસ રાખેલ દર્શક કુમાર હિંગરાજીયા ઉત્તિર્ણ થયાં હતાં.શ્રાવણ માસ પ્રથમ સ્થાને આવતા આવતા વર્ષે શ્રાવણ માસમાં ભરપુર માત્રામાં વરસાદ પડશે તેવો આવતા વર્ષનો વરતારો હરીયુ સ્પર્ધા દ્રારા ગ્રામજનોએ વ્યક્ત કર્યો હતો.આ પ્રસંગે બહોળી સંખ્યામાં ઉપસ્થિત ગ્રામજનોએ પેંડા ખાઈ મોં મીઠાં કર્યા હતા.