અગાઉ 25 ગુનાઓમાં પકડાયેલો શખ્સ ત્રણ વખત પાસા તળે જેલયાત્રા કરી ચૂક્યો છે
રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે રોકડ-દાગીના સહિત 5.30 લાખનો મુદ્દામાલ કબજે કર્યો
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.13
રાજકોટ પોલીસ દ્વારા મિલકત સંબંધી ગુનાઓના ભેદ ઉકેલવા સઘન પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે ત્યારે રાજકોટ-જૂનાગઢમાં 25 ચોરીમાં પકડાયેલ રીઢા તસ્કરને ડીસીબીની ટીમે દબોચી લઇ જુનાગઢ, અમદાવાદ અને સુરતના ત્રણ ગુનાના ભેદ ઉકેલી નાખી તેની પાસેથી 5.30 લાખનો મુદામાલ કબજે કર્યો છે. રાજકોટ ડીસીબી પીઆઈ એમ એલ ડામોર અને સ્ટાફ પેટ્રોલિંગમાં હતો દરમિયાન પીએસઆઇ પરમાર અને ટીમને મળેલી માહિતી આધારે કોઠારિયા સોલ્વન્ટ ગુલાબનગરમાં રહેતા કુખ્યાત અને રીઢા તસ્કર એવા પ્રદીપ ઉર્ફે પદીયો કાળુભાઈ પઢીયાર ઉ.23ને દબોચી લઇ પૂછતાછ કરતા પોતે સુરતના પુણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચોરી કર્યાની, 15થી 20 દિવસ પૂર્વે જુનાગઢ પોલસ્ટાર એપાર્ટમેન્ટમાં તાળું તોડી ચોરી કર્યાની અને અમદાવાદના રાયપુરમાં 5 દિવસ પૂર્વે એપાર્ટમેન્ટમાં પાંચમાં અને છઠ્ઠા માળેથી ચોરી કર્યાની કબુલાત આપતા પોલીસે તેની પાસેથી સોનાની બુટી, વીટી, ચેઈન, મંગળસૂત્ર, પેન્ડલ, ઝુમર, નખલી, બાલી સહીત 25 દાગીના, ચાંદીની કંકાવટી, ઝાંઝરી, પાયલ, કંદોરો, કડલી પગની માછલી સહીત 9 દાગીના રોકડા 8500, અને 28 હજારના બે મોબાઈલ સહીત 5,30,075 રૂપિયાનો મુદામાલ કબજે કર્યો હતો રાજકોટમાં રહેતો પ્રદીપ ઉર્ફે પદીયો રીઢો હિસ્ટ્રીશીટર છે તેણે 2018થી ગુનાખોરીની શરૂઆત કરી છે તે અત્યાર સુધીમાં રાજકોટ, ગોંડલ અને જુનાગઢમાં ચોરી અને જુગારના 25 ગુનામાં પકડાઈ ચુક્યો છે તેમજ ત્રણ વખત પાસા તળે જેલયાત્રા પણ કરી ચુક્યો છે.