શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ વિદ્યાલય, રાજકોટ ખાતે તાજેતરમાં ધોરણ ૧૦ અને ૧૨માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે એક માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. ધોરણ ૧૦ અને ૧૨ પછીનો સમય વિદ્યાર્થીઓની કારકિર્દીનો વળાંક નક્કી કરવા માટે ખૂબ મહત્વનો હોય છે. વિદ્યાર્થીઓ યોગ્ય નિર્ણય દ્વારા પોતાની કારકિર્દીની પસંદગી કરે અને પસંદ કરેલી કારકિર્દીમાં સંતોષપૂર્વક અને આત્મવિશ્વાસ સાથે આગળ વધી શકે તે માટે કોઈ નિષ્ણાંત વ્યક્તિની સલાહ અને માર્ગદર્શન મળે તો તેમને કારકિર્દીની પસંદગી કરવા માટે વધુ સ્પષ્ટ દ્રષ્ટીકોણ પ્રાપ્ત થાય છે.
આ સેમિનારમાં વિદ્યાર્થીઓને માર્ગદર્શન પુરુ પાડવા માટે ડો. રોહિત ભાલાળા સાહેબ અને તેમની ટીમના સભ્યોને ગુરુકુલ વિદ્યાલય ખાતે આમંત્રિત કરવામાં આવ્યા હતા. ડો. ભાલાળા સાહેબ કાર્ડિયોલોજિસ્ટ હોવા ઉપરાંત ડોકરેટની ડિગ્રી ધરાવે છે. તેઓને રશિયન ભાષા ઉપર પ્રભુત્વ હોવાના કારણે રશિયાની યુનિવર્સિટીમાં પોતે વિઝીટર પ્રોફેસર તરીકે સેવા આપે છે. તેમણે તત્કાલીન રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજી અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની રશિયાની મુલાકાત દરમિયાન દુભાષિયા તરીકે પણ સેવા આપી હતી. તેમણે પોતાના વક્તવ્યમાં વિદ્યાર્થીઓને ધોરણ ૧૦ અને ૧૨ પછી કારકિર્દીની કેવી રીતે પસંદ કરવી અને પસંદ કર્યા બાદ ખાસ કરીને મેડિકલ ક્ષેત્રમાં શું અવકાશ રહેલા છે તેની છણાવટ કરી હતી. ડો. ભલાળા એ ઉપસ્થિત વિદ્યાર્થીઓ સાથે પ્રશ્નોત્તરી પણ કરી તેમના પ્રશ્નોનું યોગ્ય નિરાકરણ અને માર્ગદર્શન આપ્યું હતું.
- Advertisement -
આ સેમિનારમાં ક્રિઆર્ટ એડયૂટેકના આઇ.ટી. ક્ષેત્રના ગોલ્ડ મેડાલિસ્ટ શ્રી કૃષ્ણ મોહન ગુપ્તા સર ઉપસ્થિત રહ્યા હતા. તેમણે આઇટીના ક્ષેત્રમાં રહેલ વિવિધ તકો વિશે છણાવટ કરી અને વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું હતું. આ સેમિનારમાં સિંગાપુરના પ્રો. પરેશભાઈ ડોબરીયા પણ ઉપસ્થિત રહ્યા હતા. મહેમાનોનું શાબ્દિક સ્વાગત અને પરિચય શાળાના આચાર્ય દવે સાહેબે આપ્યો હતો. હરેશભાઇ ખોખાણી તેમજ મહેશભાઈ વાડદોરીયા દ્વારા પુષ્પગુચ્છથી સ્વાગત કરાયું હતું.. પૂજ્ય નિર્ગુણજીવન દાસજી સ્વામી ,પૂ.જનમંગલ દાસજી સ્વામી અને પૂજ્ય સત્યસંકલ્પ દાસજી સ્વામી ઉપસ્થિત રહી આશિર્વચન પાઠવ્યા હતા