રાજકોટ અને મુંબઈના પ્રખ્યાત ફેબ ફેશન અને શૃંગાર દ્વારા આવતીકાલથી તા. 12 સુધી રેસકોર્સ ગ્રાઉન્ડમાં ફૂડ વિથ લાઈફ સ્ટાઈલ એક્ઝિબીશનનું બેનમૂન આયોજન
બાળકો માટે મુંબઈના પ્રખ્યાત વુડનના ટોયઝ, સેલા, પટોળા, જ્વેલરી સહિતની તમામ વસ્તુઓ એક જ સ્થળેથી ખરીદી શકાશે
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.9
રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે આવતીકાલ તા. 10થી 12 સુધી સાંજના 4 વાગ્યાથી રાત્રિના 11 વાગ્યા સુધી ભવ્ય એક્ઝિબીશન અને ફૂડ ફેસ્ટીવલનું આયોજન રાજકોટના ફેમસ ફેબ ફેશન અને મુંબઈનું પ્રખ્યાત શૃંગાર એક્ઝિબીશન દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. રંગીલા રાજકોટીયન્સ માટે સમર સ્પેશ્યલ એક્ઝિબીશન આવતીકાલથી યોજાશે. શોપિંગની સાથે વિવિધ ફૂડની મજા પણ રાજકોટીયન્સો માણી શકશે. આ એક્ઝિબીશનમાં સુરત, મુંબઈ, બરોડા, દિલ્હી, પૂના સહિત તમામ શહેરોના સ્ટોલ્સ ઉપલબ્ધ છે. જેમાં લગ્નની ખરીદીથી માંડીને વિવિધ આકર્ષક વસ્તુઓ એક જ જગ્યાએથી મળી રહેશે. સ્પેશ્યલ લખનવી કુર્તી, ચીકનના ડ્રેસ, ડિઝાઈનર કુર્તી અને હા, બાળકો માટે સ્પેશ્યલ ક્લોથસની વિવિધ આકર્ષક વેરાયટીઓ તો ખરી જ.
ફેબ ફેશન અને શૃંગાર દ્વારા આયોજિત આ એક્ઝિબીશન રાજકોટ સહિત અનેક મોટા શહેરોમાં યોજાય છે. અવનવી જ્વેલરી, ફૂટવેર, વિવિધ ક્લોથસ અને પટોડા, સેલા, લખનવી અને ખાસ બાળકો માટે વુડનના રમકડાં, મુંબઈની પ્રખ્યાત બેડશીટ, ઓક્સોડાઈઝ મુંબઈની જ્વેલરી સહિત લગ્નને લગતી તમામ આઈટમો અહીંથી મળશે.
- Advertisement -
આ એક્ઝિબીશનમાં ખાસ આકર્ષણ જમાવશે સુરતના પ્રખ્યાત ટેરો રીડર કે જેઓ તમારા જીવનને લગતા તમામ પ્રશ્ર્નોનું નિરાકરણ સાથે ઉપાયો પણ જણાવશે. રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે આયોજિત આ એક્ઝિબીશનમાં શોપીંગ સાથે ફૂડની મજા માણવી ચૂકશો નહીં. વધુ માહિતી માટે મો.નં. 6351119410, 9870665577 પર સંપર્ક કરી શકાશે.