ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ જિલ્લા પોલીસ પરિવાર દ્વારા માંગરોળ ખાતે દરિયાઈ વિસ્તારમાં ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હર ઘર તિરંગા સાથે 77 માં સ્વતંત્રતા પર્વ નિમિત્ત દરિયા કાંઠા વિસ્તાર સહીતમાં હજારોની સંખ્યામાં લોકો હાથમાં તિરંગો લઈને યાત્રા માં જોડાયા હતા.
જૂનાગઢ પોલીસ અધિક્ષક હર્ષદ મેહતા અને સાગર ખેડુ સહીત સ્થાનિક આગેવાનો તિરંગા યાત્રામાં જોડાયા હતા અને 15મી ઓગસ્ટના પર્વ નિમિતે તિરંગા યાત્રાથી સમગ્ર દરિયા કાંઠા વિસ્તાર દેશ ભક્તિ ના રંગે રંગાયું હતું આ તકે એસપી હર્ષદ મેહતાએ સંદેશો આપ્યો હતો કે દરેક વર્ગના લોકો આજે એક અને નેક બની રાષ્ટ્રની ઉનંતી શિખરો સર કરે તેની સાથે જૂનાગઢ જિલ્લામાં પોલીસ સુખ – શાંતિ અને સલામતી માટે હર હંમેશ આપની સાથે છે ત્યારે આ પ્રસંગે સ્વતંત્રતા પર્વ નિમિતે શુભ કામના પાઠવી હતી.