તા. 11ના યજ્ઞ, શોભાયાત્રા, ધ્વજારોહણ અને મુખ્ય પ્રવેશદ્વારનું લોકાર્પણ
તા. 10ના ભવ્ય સંતવાણીનો કાર્યક્રમ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
જેતપુર તાલુકાના ભેડાપીપળીયા ગામે આવેલા આણંદબાપા આશ્રમે તિથિ મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવશે. જેમાં 10 એપ્રિલ ને ગુરુવારના રોજ રાત્રે 9-30 કલાકે ભવ્ય સંતવાણીનું આયોજન કરવામાં આવ્યું છે. તા. 11 ને શુક્રવારે સવારે 9-30 કલાકે યજ્ઞ, નિવેદ, ધ્વજારોહણ અને શોભાયાત્રા નીકળશે તેમજ સવારે 11 કલાકે ભવ્ય સમારોહ અને ગામના મુખ્ય પ્રવેશદ્વારનું લોકાર્પણ કરવામાં આવશે. આ ઉપરાંત 11-30 કલાકે બટુક ભોજન અને 12-30 કલાકે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે.
- Advertisement -
સમારોહમાં જેતપુર-જામકંડોરણાના ધારાસભ્ય જયેશભાઈ રાદડીયા, પંચદશનામ આવાહન અખાડાના અતિત જગદંબા શિવશક્તિ મા ભુવનેશ્ર્વરી દેવીજી, દેવારામ આશ્રમના જેન્તીરામ બાપા, જેતપુર પાલિકાના પૂર્વપ્રમુખ સુરેશભાઈ સખરેલીયા, જેન્તીભાઈ રામોલીયા, ધવલ ભુવાજી, ઉદયભાઈ મહેતા, બિંદિયાબેન મકવાણા, નૈમિષભાઈ પરસાણા, વિરેનભાઈ જસાણી, મેહુલભાઈ ખાખરીયા, જીજ્ઞેશભાઈ ગોરસીયા, મેનાબેન ઉસદડીયા, સંદીપભાઈ આંબલીયા, નિકુંજભાઈ ઉસદડીયા, પ્રવિણભાઈ કોઠારી, જયેશભાઈ ઉસદડીયા, દિનેશભાઈ ભુવા, શ્યામભાઈ ઠુંમર, બાલમુકુંદભાઈ આંબલીયા, વિજયભાઈ ટાંક, અજયભાઈ પાંભર, અમરીશભાઈ જયસ્વાલ, ભરતભાઈ પારધી, ભરતભાઈ મુળિયા, ભેડાપીપળીયા ગામના સરપંચ કૈલાસબેન જોશી, પ્રકાશભાઈ રાવરાણી, જેતપુરના પી.આઈ. એ. ડી. પરમાર, તાલુકા પી.આઈ. એ. એમ. હેરમા ખાસ ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત રાજકીય ક્ષેત્રે પરિવારને ગૌરવ અપાવનાર જેતપુર નગરપાલિકાના ઉપપ્રમુખ સ્વાતિબેન સંજયભાઈ જોટંગીયાને પરિવાર રત્ન એવોર્ડ 2025 અર્પણ કરવામાં આવશે. સંતવાણીમાં લોકગાયક, હાસ્ય કલાકાર અને સૂફી ગાયક દુહા-છંદ અને લોકગીતોની રમઝટ બોલાવશે. સંતવાણીમાં લોકગાયક ઉમેશ બારોટ, ભજનીક સાગરદાન ગઢવી, લોકગાયિકા રશ્મિતાબેન રબારી, ક્લાસિકલ સૂફી ગાયક જયદેવ ગોસાઈ, હાસ્ય કલાકાર મિલન તળાવીયા, લોકગાયિકા ક્રિષ્ના કળથીયા અને લીલી નાધેરમાં ફેઈમ અશ્ર્વિન મેવાડા સાહિત્યનું રસપાન કરાવશે તેમજ તબલાં ફાયર ઉમેશ પરમાર તથા સાજિંદા ગ્રુપ સેવા આપશે.
સમસ્ત જોટંગીયા પરિવાર કુટુંબના એસ.એસ.સી.થી પોસ્ટ ગ્રેજ્યુએશન સુધીના તમામ વિદ્યાર્થીઓ વર્ષ 2024માં ઉત્તીર્ણ થયેલા નંબર 1થી 3ના તેજસ્વી તારલાઓને શિલ્ડ અને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવશે. આ તકે પરિવાર ગોષ્ઠિનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે છેલ્લા 3 મહિનાથી સંસ્થાના પ્રમુખ સંજયભાઈ જોટંગીયા તથા ટીમ જહેમત ઉઠાવી
રહ્યા છે.