ખાસ-ખબર ન્યૂઝ પોરબંદર
પોરબંદરના સુપ્રસિદ્ધ શ્રી સિદ્ધેશ્વર મહાદેવ મંદિર ટ્રસ્ટ દ્વારા શ્રાવણ માસ નિમિત્તે ભવ્ય અને દિવ્ય શૃંગાર દર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. જી.ઈ.બી. ગેટ સામે, હાઉસિંગ બોર્ડ બિરલા રોડ પર આવેલા આ મંદિરમાં શિવભક્તોને દર્શન અને મહાપ્રસાદનો લાભ લેવા જાહેર નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે. પોરબંદરની જાણીતી શ્રી પાયોનિયર ક્લબ અને સાગર પુત્ર સમન્વય લાયન્સ ક્લબના પ્રમુખ, તેમજ સેવાકીય પ્રવૃત્તિઓમાં અગ્રેસર રહેલા દાતા “બાપુ” પ્રવીણભાઈ ખોરાવા પરિવાર દ્વારા આ શૃંગાર દર્શનનું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે.
શ્રાવણ માસના પ્રત્યેક સોમવારે સિદ્ધેશ્વર મહાદેવ મંદિરે સાંજે 5 વાગ્યાથી રાત્રે 12 વાગ્યા સુધી ભગવાન શિવના વિવિધ શૃંગાર દર્શનનો લાભ મળશે. આ સાથે સાંજે 7:30 કલાકે આરતી, રાત્રે 8 થી 10 કલાક દરમિયાન મહાપ્રસાદ અને રાત્રે 12:00 કલાકે મહાઆરતી યોજાશે.
- Advertisement -
આ ધાર્મિક ઉત્સવને સફળ બનાવવા માટે મંદિર ટ્રસ્ટના પ્રમુખ જગદીશભાઈ પટેલ અને યુવક મંડળ-મિત્ર મંડળના પ્રમુખ દેવાભાઈ આહીરના માર્ગદર્શન હેઠળ તૈયારીઓ ચાલી રહી છે. પૂજારીઓ, મહિલા સત્સંગ મંડળ અને યુવક મંડળના સભ્યો સહિત અનેક શિવભક્તો જહેમત ઉઠાવી રહ્યા છે. વધુ માહિતી માટે દેવાભાઈ આહીરનો મો. 80009 95444 પર સંપર્ક કરી શકાય છે.