ભરેલ ખાદ્ય તેલના ડબ્બાનો જથ્થો રાખતા કચેરીમાં તેલની રમખાણ
ખાસ-ખબર સંવાદદાતા
વેરાવળના 324 આંગણવાડી કેન્દ્રો પર મોકલવામાં આવેલ 284 તેલના ડબ્બા અને જખજઇઢ યોજનાની 2700 જેટલી થેલીઓ સરકારે પરત મંગાવી હોવાનું જણાવી કચેરી પર જ ખાદ્ય તેલના ડબ્બાનો જથ્થો એકત્રિત કરવામાં આવ્યો.
માર્ચ 2022 બાદ મોકલવામાં આવેલ તેલના જથ્થાનો ઉપયોગ ઘટતા હોવાનું અને માર્ચ 2023માં એકસપાયાર થાય તે પહલે જ સરકાર દ્વારા ભેગો કરવા કવાયત હાથ ધરાઈ હોવાનું વેરાવળના ઇન્ચાર્જ સંકલિત બાળ વિકાસ યોજના અધિકારી મંજુલાબેન મકવાણા દ્વારા જણાવાયુ હતુ.
- Advertisement -
જો કે 2 દિવસમાં જથ્થો ભેગો માટે વડી કચેરીએથી પરિપત્ર આપવામાં આવેલ છે આમ છતાં 7 દિવસ સુધી કોઈ લેવા ફરક્યું ન હોવાની વિગતો મળી રહી છે.
તેલનો જથ્થો એકત્રિત કરવા માટે નીમવામાં આવેલ નોડલ દ્વારા જણાવ્યું હતું કે હવે રાજ્ય સરકારમાંથી સૂચના આવ્યા બાદ જ આ તેલના ડબ્બા અને થેલીઓનો જથ્થો પરત મોકલવામાં આવશે. જો કે ગાંધીનગરથી માટે. વિડ્યો કોન્ફરન્સમાં જ જણાવાયુ હોવાની વિગત જિલ્લા પોગ્રામ ઓફિસર ગીર સોમનાથના તારીખના રોજ મોકલેલ પત્રમાં જણાવાયું છે જો કે ગાંધીનગરથી હજુ સુધી કોઈ લેખિત માહિતી મળેલ નથી.
વેરાવળ સહિત રાજ્યભરમાં 16 ફેબ્રુઆરી, 2022 અગાઉ બાળકોને આંગણવાડી વર્કરસ દ્વારા ડોર ટુ ડોર સુખડીનું વિતરણ કરવામાં આવતું હતું તે દરમિયાન લાભાર્થી દીઠ 20 ગ્રામ જેટલો તેલનો જથ્થો સરકાર પાસેથી મંગાવવામાં આવ્યો હતો.જે સરકાર દ્વારા પહોંચતો કરવામાં આવ્યો હતો.તે દરમિયાન સરકાર દ્વારા સામાન્ય રીતે જે નાસ્તો વિતરણ કરવામાં આવતો હતો તેનું પરિપત્ર બહાર પાડવામાં આવ્યું હતું.જેમાં 17 ફેબ્રુઆરી, 2022થી લાભાર્થી દીઠ 13 ગ્રામ તેલ વાપરવાનો આદેશ કરાયો હતો.હવે આ તેલનો જથ્થો આગામી માર્ચમાં એકસપાયર થવા જઈ રહ્યો છે જે સરકાર દ્વારા પરત મંગાવવામાં આવી રહ્યો છે.ઉપરાંત દરેક કેન્દ્રને માર્ચ મહિના સુધી ચાલે તેટલો જ જથ્થો રાખવા સૂચના આપવામાં આવી છે.
- Advertisement -
હાલ આ જથ્થો સંકલિત બાળવિકાસ યોજનાની કચેરી પર જ પ્રોગ્રામ ઓફિસરની સૂચના અનુસાર ભેગો કરી રાખવામાં આવ્યો છે. પરંતુ હવે કેન્દ્રમાંથી કોઈ સૂચના ન આવેલ હોવાનુ સમજીને જવાબદાર અઘિકારીઓએ આ ડબ્બાઓ સરકારી કચેરીએ ભેગા કરી મૂકી રાખ્યા છે અને આ ડબ્બાઓમાંથી કચેરીમાં તેલ ઢોળાયેલુ જોવા મળી રહ્યું છે. જયારે સૂત્રોમાંથી માંથી જાણવા મળેલ વિગત મુજબ આ તેલનું ટેસ્ટીગ સબંધીત યુનિયન દ્વારા કરી એપ્રુવ થયા બાદ ટેકહોમ રેશન માટે ઉપયોગમાં લેવામાં આવશે. અને રિજેકટેડ ડબ્બાઓ સબંધીત યુનિયત દ્વારા જિલ્લાને પહોંચતા કરવામાં આવશે.
કેટલા લાભાર્થી બાળકોને મળે છે લાભ
હાલ વેરાવળ તાલુકાના ગ્રામ્ય વિસ્તારની 158 આંગણવાડી કેન્દ્રો પર 3260 બાળકો આવે છે.ઉપરાંત શહેરી વિસ્તારમાં 166 કેન્દ્રો પર 3999 બાળકો આવતા હોવાનું જાણવા મળે છે.
કેટલા ડબ્બાઓ પરત મોકલવામાં આવશે
હાલ ગ્રામ્ય કેન્દ્રો પર મોકલવામાં આવેલ 1072 તેલના ડબ્બા માંથી 150 ડબ્બા પરત મોકલવામાં આવશે ઉપરાંત શહેરી કેન્દ્રો પર મોકલવામાં આવેલ 1320 ડબ્બા માંથી 134 ડબ્બા પરત મોકલવામાં આવશે.
રાજયમાંથી વાહન આવ્યા બાદ મોકલવામાં આવશે
ગીર સોમનાથ જિલ્લાના તમામ બાળ વિકાસ યોજના અધિકારીને આ જથ્થો 2 દિવસોમાં ભેગો કરી આઇસીડીએસ શાખા, ઇણાજ ખાતે મોકલવા તા.14ના રોજ પરીપત્ર કરવામાં આવ્યો. જો કે વેરાવળના બાળ વિકાસ યોજના અધિકારીનો સંપર્ક કરતા તેઓએ જણાવ્યું હતું કે અમોને રાજ્યનું વાહન આવે ત્યારે તેલનો જથ્થો મોકલવા જણાવાયું છે.જેના પરિણામે હાલ આ જથ્થો કચેરીએ જ પડ્યો છે.
થેલીઓમાં નામ બદલાવાની તજવીજ
સૂપોશિત માતા સ્વસ્થ બાળ યોજના (જખજઇઢ)ની 3180 જેટલી થેલીઓ આવી હતી જેમાંથી 140 થેલીનો જ ઉપયોગ થયો બાકીની 3040 થેલીઓ સરકારમાં પરત મોકલવામાં આવાશે. જો કે પરત મોકલવામાં આવલ થેલીનું નવેસરથી પ્રિન્ટ કરી નામ બદલવા માટે જયઅંબે લેમિનેશન ગાંધીનગર સરનામે પહોંચતી કરવામાં આવશે.