જુદી-જુદી થીમ સાથે 17 વર્ષથી ઇકો ફ્રેન્ડલી ગણેશ પંડાલનું થાય છે આયોજન
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટના એરર્પોટ રોડ સ્થિત વસુંધરા રેસીડેન્સીમાં 17 વર્ષથી ઇકો ફ્રેન્ડલી ગણેશ પંડાલનું સ્થાપન કરવામાં આવે છે. દર વર્ષે સરકારના નિયમો મુજબ ગણેશ પંડાલનું આયોજન કરી, પર્યાવરણના જતન સાથે સામાજિક સમરસતાનો સંદેશ પાઠવવામાં આવે છે. આ વર્ષે દુંદાળા દેવની સંપૂર્ણ માટીમાંથી બનાવેલી ઈકો ફેન્ડલી સાડા-છ ફૂટની મૂર્તિ આકર્ષણ જમાવે છે. અને તેમાં પણ શણથી શણગારેલ પંડાલમાં તોરણ, ફાનસ, ગુજરાતી સંસ્કૃતિના પારંપરિક વેશમાં ખેલૈયા સ્ત્રી અને પુરૂષ સહિત ગામઠી સંસ્કૃતિની ઝલક જોવા લોકો ઉમટી પડે છે. પર્યાવરણનું જતન થાય તે હેતુથી પંડાલ અને ગણપતિ મૂર્તિ શણગારમાં કેમિકલનો ઉપયોગ બિલકુલ કરવામાં આવતો નથી.
વસુંધરા સોસાયટીના ગણેશ પંડાલમાં જોવા મળી ગામઠી સંસ્કૃતિની ઝલક
