પોલીસે 7 શખ્સોને ઝડપીને 1.35 લાખના મુદ્દામાલ કબ્જે કર્યો
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.16
જૂનાગઢ શહેરમાં ગેરકાયદેસર રીતે જુગારધામ ચલાવનાર ઇસમો સામે ધોરણસર કાર્યવાહી કરવાની કડક સુચના પોલીસ અધિક્ષક હર્ષદ મહેતા દ્વારા અપાતા એ-ડીવીઝન પીઆઇ વી.જે.સાવજ તથા પોલીસ સ્ટાફને મળેલી હકીકતના આધારે શહેરના ધરારનગર વિસ્તારમાં એક રહેણાંક મકાનમાં જુગારધામ ચાલતુ હોવાની બાતમીના આધારે રેઇડ કરતા સાત ઇસમો 1.35 લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડવામાં સફળતા મળી હતી.
- Advertisement -
પોલીસ પ્રાપ્ત વિગત મુજબ ધરારનગર વિસ્તારમાં દશામાના મંદિર પાસે રહેતા વિજય કરશન સૌંદરવાના રહેણાક મકાનમાં બહારથી માણસો બોલાવી જુગાર રમાડતો હોવાના લીધે પોલીસે રેઇડ કરી હતી. જેમાં લલીત મોહન વાઘ, સંજય મગન મારૂ, હુશેન કરીમ બ્લોચ, કમલેશ અરજણ પરીયા, ભરતકાનજી પઢીયાર, ગોપાલ કબુલ ઝાલા સહિત સાત ઇસમોને રોકડ મોબાઇલ સાથે કુલ રૂા.1,35,950નો મુદ્દામાલ કબ્જે કરી એ-ડીવીઝન પોલીસ સ્ટેશનમાં જુગારધારા હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી કરવામાં આવી હતી.