ખાસ-ખબર સંવાદદાતા
માણાવદરમાં આગામી મહોરમના તહેવારના અનુલક્ષીને માણાવદર પોલીસ દ્વારા શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શાંતિ સમિતિની બેઠકમાં માણાવદરના પીએસઆઇ ચેતક બારોટના અધ્યક્ષ સ્થાને યોજાય હતી. ત્યારે પીએસઆઇ ચેતક બારોટ એ જણાવ્યું હતું કે આ મોહરમ તહેવારના અનુસંધાને તાજીયા ઝુલુસ નિમિત્તે શહેરમાં કોમી એકલાસનું વાતાવરણ જળવાઈ તે રીતે સૂચનો કર્યા હતા.
આ શાંતિ સમિતિની બેઠકમાં પ્રેમજીભાઈ મણવર, કારાભાઈ મેલવાણી, અશોકભાઈ જીવનાણી, નીમિશભાઈ રાવલ, હુસેનભાઈ દલ, રવિભાઈ બાલાસરા, વિક્રમસિંહ ચાવડા, નીરજ જોશી, કિશન ઠાકોર, નિશાર ઠેબા સહિતના હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાન તથા તાજીયા સમીતીના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આગામી તા.28-29/07/2023 ના રોજ મહોરમ તહેવાર અનુસંધાને તાજીયા ઝુલુસ નીકળવાના હોય, આ તહેવાર શાંતિપૂર્ણ તેમજ કોમી એખલાસ વાળા વાતાવરણમાં પૂર્ણ થાય એ અનુસંધાને આજરોજ તાજીયા સમિતીના આગેવાનને સાથે રાખીને તાજીયા ઝુલુસ રૂટ પર પોલીસ સ્ટાફ સાથે ફૂટ પેટ્રોલિંગ સાથે ફ્લેગ માર્ચ કરવામાં આવી હતી.