છેલ્લી ચાર લોકસભા ચૂંટણીમાં 51.25 લાખ વોટ પડયા હતા જેમાં 9.50 લાખ વોટ રદ થયેલા: 2014 માં અમાન્ય મતોનો આંકડો 21 ટકાથી વધુએ પહોંચ્યો હતો
છેલ્લી ચાર લોકસભા ચૂંટણી દરમ્યાન ટપાલ મતપત્ર રદ થવાનો દર પાંચ ગણો વધ્યો છે. ચૂંટણીમાં આપવામાં આવેલા ટપાલ મતોનાં વિશ્લેષણથી બહાર આવ્યું છે કે મોટી સંખ્યામાં ટપાલ મત પત્ર રદ થાય છે.દરેક ચૂંટણીની સાથે સાથે આ સંખ્યા વધતી જાય છે.
- Advertisement -
21 ટકા સુધીના મતો રદ:
વર્ષ 2004 માં લોકસભા ચૂંટણીમાં 6 લાખ વોટ પોસ્ટલ બેલેટથી નાખવામાં આવ્યા હતા.તેમાંથી 96455 વોટ ફગાવી દેવામાં આવ્યા હતા. 2014માં મતોનો રદ થવાનો આંકડો 21.5 ટકાએ પહોંચી ગયો હતો. ગત ચાર લોકસભા ચૂંટણી લોકસભા ચૂંટણીમાં પોસ્ટલ મતપત્રોથી વોટોનો આંકડો જોવામાં આવે તો કુલ 51.25 લાખ વોટ પોસ્ટલ મતપત્રોથી પડયા હતા તેમાંથી 9.50 લાખથી વધુ વોટ રદ થયા હતા.
આખરે શા માટે રદ થાય છે પોસ્ટલ બેલેટ?
- Advertisement -
હસ્તાંક્ષર કે જન્મ તારીખનો મેળ ન ખાવા પર મતદાતા દ્વારા પોતાનું સરનામું સાચુ ન ભરવા પર એકથી વધુ ઉમેદવારને કે પક્ષને વોટ આપ્યો હોય તો મત રદ થઈ શકે છે. આ સિવાય પોસ્ટલ બેલેટ ક્ષતિગ્રસ્ત થયુ હોય કે મતપત્રમાં કોઈ નિશાની કે લખાણ હોય તો પોસ્ટલ લખાણ હોય તો પોસ્ટલ મતને રદ કરવામાં આવે છે.
આમને પોસ્ટલ બેલેટથી મત આપવાનો અધિકાર:
સેવા મતદાતા એટલે કે સશસ્ત્ર દળો અર્ધ સૈનિક દળોના સભ્ય અને ગૃહ નિર્વાચીન ક્ષેત્રથી દુર ચૂંટણી ડયુટી પર તૈનાત અન્ય કર્મચારીઓને ટપાલથી મત આપવાનો અધિકાર અપાયો છે.
આ ઉપરાંત ચૂંટણી ફરજમાં તૈનાત અન્ય સરકારી કર્મચારીઓને પણ આ અધિકાર અપાયો છે. આ ઉપરાંત બીમાર કે વિકલાંગ મતદાતા કે જે મતદાન કેન્દ્રે મતદાન કરવા જવા અસમર્થ છે. તેમને આ અધિકાર અપાયો છે.