સંઘ પ્રદેશ દિવના વણાકબારાની ફિશરમેન જેટી બંદર કાઠે ચડાવેલી ચોપર કામ કરવા માટે રમેશ ભગવાનની માલિકીની મંગલમ નામની ફાયબરની માછીમારી બોટ નં.ઉ.ઉ.02.એમ.એમ 1842માં આગ લાગી હતી. બોટની અંદર ભોય તળીયામાં આગળના મોરામાં કોઈ કારણસર આગ લાગતા માછીમારો એ દિવ ફાયરબ્રિગેડને જાણ કરીને પાણીના ટેંકરો દ્વારા આગને કાબુ કરવાની કોશિશ કરી હતી, પરંતુ આગે ઉગ્ર સ્વરૂપ ધારણ કરતાં દિવ ફાયર બ્રિગેડ વિભાગે બ્રિગેડ કોલ જાહેર કરતાં દિવ ફાયર બ્રિગેડની ત્રણ ગાડી અને ઉના નગર પાલિકાની બે ફાયર બ્રિગેડ આગને કાબુ કરવા મદદે બોલાવી હતી. પ્રથમ દ્રષ્ટિએ આગનું કારણ શોટસર્કીટ જાણવા મળેલ છે. આગની જાણ દિવ ક્લેક્ટરને થતાં દિવ એસ.પી મણી ભૂષણ, ડેપ્યુટી કલેક્ટર ,ડી.વાઈ.એસ.પી., મામલતદાર, દિવ જિલ્લા પંચાયત પ્રમુખ ગ્રામ પંચાયતોના સરપંચો સભ્યો, તેમજ બોટ એસોસિયેશનના સભ્યો તેમજ આપદા મિત્રોની રેસ્કયુ ટીમ અને મોટી સંખ્યામાં માછીમારો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને આગ બુઝાવવાની કાર્યવાહીમાં મદદરૂપ થયાં હતા.એક માછીમાર અશ્વિન કાનજી સોલંકી આગ બુઝાવવામાં મદદ કરવા જતાં ઈજા પહોંચતાં તેમને વણાકબારાની સરકારી હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ રજા આપી દીધી હતી. આગ બુઝાવવામાં સમયસર દિવ ફાયરબ્રિગેડ અને માછીમારોની મદદ મળતાં મોટી જાનહાનિનું નુકશાન ટળ્યું હતું. પરંતુ બોટના માલિકને આ ફાયબર બોટ ફક્ત બહારથી સારી લાગે છે. પણ અંદરથી ટોટલ લોસ થઈ ગયેલ અને લાખો રૂપિયાનું આર્થિક નુકશાન થયું સરકાર પાસે સહાયની માંગ કરી હતી.
દિવના વણાકબારા જેટી બંદરે બોટમાં આગથી એક માછીમારને ગંભીર ઇજા
Follow US
Find US on Social Medias