ગલી સાંકડી હોય પાણીની ડોલથી છાલક મારીને આગ બુઝાવવી પડી
ખાસ-ખબર સંવાદદાતા
મોરબી શહેરના દરબારગઢ નજીક સંઘવી શેરી વિસ્તારમાં આવેલ એક જૂના ખંઢેર થઇ ગયેલા મકાનમાં પડેલા લાકડા અને કચરામાં આગ ફાટી નીકળી હતી. આ ઘટનાની જાણ થતા મોરબી ફાયર વિભાગની ટીમ દોડી ગઈ હતી પરંતુ આગ સાંકડી ગલીમાં લાગી હોવાથી ફાયર બ્રાઉઝર સ્થળ સુધી પહોચી શક્યું ન હતું જેથી આસપાસના લોકો દ્વારા ઘરની પાણીની ટાંકીમાં મોટર લગાવી આગ બુઝાવવા પ્રયાસ કર્યો હતો. આ ઉપરાંત ફાયર સ્ટાફે પાણીની ડોલ અને જે પણ પાત્ર હાથમાં આવ્યું તે ભરીને આગ બુઝાવી હતી. બપોરના સમયે આગ લાગી તે સમયે વાડામાં એક માદા શ્વાન તેના નાના ચાર બચ્ચા સાથે હતી જેના કારણે તેમનામાં ડરનો માહોલ સર્જાયો હતો જે બાદ સાગરભાઈ નામના જાગૃત નાગરીકએ ફાયર ફાઈટર ટીમ પહોંચે તે પહેલાં પોતે રેસ્ક્યુ કરી તેમને બહાર કાઢ્યા હતા જો કે તેઓ પહોંચે તે પહેલા એક બચ્ચું ગંભીર રીતે દાઝી જતા તેનું મોત થયું હતું જયારે બાકીના ત્રણ બચ્ચાં પૈકી એક સામાન્ય દાઝ્યું હોવાથી ફાયરમેન જયેશ ડાકીએ કર્તવ્ય જીવદયા કેન્દ્રનો સંપર્ક કરી ત્યાં ટીમને ટ્રાફિકના કારણે આવવામાં વાર લાગે એટલે જયેશ ડાકીએ ફાયર બુલેટમાં લઈ જઈને નવા બસ સ્ટેન્ડ જીઆઇડીસી નાકા પર સામે મળેલ કર્તવ્ય જીવદયા ટીમની સાથે રહીને બનતી ફર્સ્ટએડ સારવાર કરી કર્તવ્ય જીવદયા ટીમને સોપ્યું હતું.
મોરબીમાં ખંઢેર મકાનના વાડામાં આગ ભભુકી, ફાયર બ્રાઉઝર પહોંચી ન શક્યું !
