સંસદ ભવનથી 200 મીટર દૂર BD રોડ પર બ્રહ્મપુત્ર એપાર્ટમેન્ટમાં આગ: લોકોએ કહ્યું, ફાયરબ્રિગેડની ગાડીઓ ઘણી મોડી પહોંચી
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી
- Advertisement -
દિલ્હીના બીડી માર્ગ પર બ્રહ્મપુત્ર એપાર્ટમેન્ટમાં ભીષણ આગ લાગી છે. અહીં આવેલા ફ્લેટમાં રાજ્યસભાના સાંસદો રહે છે. આ ઇમારત સંસદ ભવનથી 200 મીટર દૂર આવેલી છે. આગ લાગવાનું કારણ જાણી શકાયું નથી. આગ ઓલવવા માટે ફાયર વિભાગની 6 ગાડી પહોંચી ગઈ છે. લોકોના આરોપ છે કે ઘટનાની જાણ થવા છતાં ફાયરબ્રિગેડે ઘટનાસ્થળે પહોંચવામાં મોડું કર્યુ. ચોથા માળ સુધી આગ ફેલાઈ હોવાનું જાણવા મળ્યું છે. આ આગને કારણે સ્થાનિકો અને અધિકારીઓમાં ચિંતા ફેલાઈ ગઈ છે, કારણ કે આ વિસ્તાર અત્યંત સંવેદનશીલ અને મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે. આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી, પરંતુ ફાયરની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચીને ગઈ છે ને ફાયરકર્મીઓ આગ બુઝાવવાનું કામ કરી રહ્યા છે. ઘટનાસ્થળના સામે આવેલા ફોટા અને વીડિયોમાં પોલીસ લોકોને ત્યાંથી નીકળી જવા માટે વિનંતી કરતી દેખાય છે. ગ્રાઉન્ડ ફ્લોર પર મોટી સંખ્યામાં લોકો બહાર એકઠા થયા છે. પ્રાથમિક માહિતી મુજબ, ફાયર વિભાગને બપોરે 1.20 વાગ્યે આગ લાગવાની ઘટનાની માહિતી મળી હતી. ત્યાર બાદ વિભાગે તાત્કાલિક કાર્યવાહી કરી અને ફાયર એન્જિન ઘટનાસ્થળે મોકલ્યાં હતાં. સ્થાનિક રહેવાસીઓનું કહેવું છે કે ફાયરબ્રિગેડને ફોન કર્યા પછી પણ એ મોડી પહોંચી હતી. તેઓ એમ પણ કહે છે કે જો ફાયરબ્રિગેડ ગાડી સમયસર પહોંચી હોત તો નુકસાન ઓછું થયું હોત.