ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.21
જૂનાગઢ શહેરના સક્કરબાગ બાજુમાં આવેલ એચડીએફસી બેંકની સામે કારગો ટ્રાન્સપોર્ટ ગોડાઉનમાં મોડી રાત્રે આ લાગી હતી. જ્યારે આગ લાગતા જૂનાગઢ મનપા ફાયર વિભાગને જાણ કરતા તૂરંત ગોડાઉને પહોંચીને પાણીનો મારો ચલાવ્યો હતો અને એક કલાકની જહેમત બાદ આગને કાબુમાં લીધી હતી. જ્યારે આ આગ વધુ વિકરાળ ન બને તે માટે ફાયર વિભાગે તૂરંત આગ પર કાબુ મેળવી લીધો હતો. જો કે, આ આગમાં ગોડાઉનમાં રહેલ માલ સામાન બળીને ખાખ થયો હતો. તેમજ આગના લીધે કોઇ જાનહાની થયાના સામાચાર નથી.