જૂનાગઢ SOG પોલીસે 93 હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ એસઓજી પોલીસે વધુ એક મેફેડ્રોન, ચરસ, ગાંજો અને અફીણના જથ્થ સાથે માંગરોળના એક શખ્સની ધરપકડ કરી છે. પોલીસમાંથી મળતી વિગત મુજબ માંગરોળમા નવાપરા વિસ્તારમાં રહેતો યુનુસ ઉર્ફે લાલ બાદશાહ હસન જાગા નામનો શખ્સ માંગરોળના ગાંધીચોક વિસ્તારમાંથી પસાર થવાનો હોવાની બાતમી મળી હતી. જેના આધારે એસઓજી પીઆઇ એ.એમ.ગોહિલ સહિતના સ્ટાફે માંગરોળ જઇને ત્યાં વોચ ગોઠવી હતી. આ દરમ્યાન ગુલઝઝાર ચોક તરફથી એક બાઇક આવ્યુ હતુ તેને રોકી તેના ચાલકનું નામ પુછતા તેણે પોતાનું નામ યુનુસ ઉર્ફે લાલબાદશાહ હસન જાગા હોવાનું જણાવ્યુ હતુ. એસઓજીના સ્ટાફે તેની તલાશી લેતા તેના ખિસ્સામાંથી પ્લાસ્ટીકની થેલી મળી આવી હતી. જેમાથી 35,800ની કિંમતનું મેફેડ્રોન 15100ની કિંમતનું અફીણ અને 571 રૂપિયાનું ચરસ અને 912 રૂપિયાની કિંમતનો ગાંજો અને મોબાઇલ બાઇક અને રોકડ મળી કુલ 93 હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. આ શખ્સની પુછપરછ કરતા તેણે આ નશાકારક પદાર્થ જૂનાગઢ રફીક બાબુ રીંગા પાસેથી લાવ્યાની અને છુટક વેચાણ કરતો હોવાની કબુલાત આપી હતી.
માંગરોળમાંથી નશીલા પદાર્થનો કારોબાર કરનાર ઝડપાયો
