ડાઉનટાઉન દુબઈમાં રોસ્ટર્સ કાફેએ એડો કિરીકો ક્રિસ્ટલ ગ્લાસમાં દુર્લભ ગીશા બીન્સમાંથી ઉકાળવામાં આવેલી સૌથી મોંઘી કોફી પીરસીને ગિનિસ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે.
દેશની સ્પેશિયાલિટી કોફી બ્રાન્ડે 2,500 ડીએચની કિંમતની વિશ્વની સૌથી મોંઘી કોફીના કપ માટે ગીનીસ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. રોસ્ટર્સ, જે તેના પ્રીમિયમ બીન્સ અને ઉકાળવા માટે જાણીતું છે, તેણે ગયા અઠવાડિયે ડાઉનટાઉન દુબઈમાં તેના ફ્લેગશિપ આઉટલેટ પર કોફી રજૂ કરી હતી.
- Advertisement -

દુબઈમાં એક લોકલ બે્રન્ડના સ્ટોરે ગિનેસ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. દુબઈમાં એક રેસ્ટોરાંમાં એક કપ કોફીની કિંમત જેટલી છે એમાં ભારતની મધ્યમવર્ગીય વ્યક્તિ માટે આખા વર્ષનું રાશન આવી જાય એમ છે.
View this post on Instagram- Advertisement -
પનામાની એમેરાલ્ડા ગીશા નામના કોફી બીન્સમાંથી બનેલી આ કોફી ખૂબ ખુશ્બુદાર છે. જેમાં ટ્રોપિકલ બીન અને ફળનો સ્વાદ ખૂબ જ પ્રીમિયમ ગણાય છે.
આ કોફી ખૂબ જ કાળજીપૂર્વક ધીમે-ધીમે રોસ્ટ કરીને તૈયાર કરવામાં આવી છે. એને પીરસવા માટે પણ ખાસ ગ્લાસ છે, જે ક્રિસ્ટલના ગ્લાસમાં એ પીરસાય છે એ પણ ખૂબ મોંઘો છે. એને ખાસ ડીઝર્ટ સાથે પીરસવામાં આવે છે. એની કિંમત છે 2500 દિરહામ અને ટેક્સ અલગ, આની કિંમત ભારતીય ચલણમાં લગભગ રૂ.60,000 થાય છે.