સૌરાષ્ટ્ર-ગુજરાત સહિત સમગ્ર ભારતમાં રેતશિલ્પથી માંડીને અનેકવિધ કલાના બેનમુન નમુના જોવા મળતા જ હોય છે. આવી એક અદભૂત કલા મહારાષ્ટ્રના ખેતરમાં જોવા મળી રહી છે. પુનાના ખેડુત શ્રીકાંત ઈંગલહલિકર પોતાના ખેતરમાં પક્ષીની પ્રતિકૃતિના આધારે જ ખેતપેદાશનું વાવેતર-ઉત્પાદન કરે છે. પક્ષીઓની દુર્લભ પ્રજાતિઓને કલારૂપે ખેતરમાં કંડારે છે
નવી પેઢી દુર્લભ પ્રજાતિઓથી વાકેફ રહી શકે તેવો ઉદેશ છે. રસપ્રદ વાત એ છે કે આ ખેડુતને સિન્થેટીક ફાઈબર બનાવતી મશીનરીની ફેકટરી હતી. પરંતુ કૃષિનું ઝનૂન ચડતા ખેતી શરૂ કરી હતી. 320 હેકટર જમીનમાં ખેતી કરે છે.
- Advertisement -
ખેતરમાં તેમની આ કલાને નિહાળવા દર વર્ષે અંદાજીત બે લાખ પ્રવાસીઓ આવે છે. માત્ર પક્ષી જ નહીં; અન્ય જીવ-જંતુ-વૃક્ષોની પ્રતિકૃતિઓના આધારે પણ વાવેતર કરે છે. આ કલાની ખોજ 1997માં જાપાનમાં થઈ હતી તેને ‘ટેમ્બો એટો’ નામ અપાયુ હતું. ભારતીય ખેડુતે પણ તેમાંથી જ પ્રેરણા લીધી હતી.