વિદ્યાર્થીઓએ સ્માર્ટ બ્રિજ, પ્રાકૃતિક ખેતી, ફાયર સેફ્ટી સહિતની કૃતિઓનું પ્રદર્શન કર્યું
ખાસ-ખબર ન્યૂઝ ઊના
ગીર સોમનાથ જિલ્લામાં ઉના તાલુકાનાં લામધાર પ્રાથમિક શાળા લામધાર ગામ ખાતે ઉના તાલુકાનાં ક્લસ્ટર-1 થી 3ની પેટા શાળાઓ દ્વારા ક્લસ્ટર કક્ષાનું ગણિત વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શન યોજાયું હતું.
- Advertisement -
ક્લસ્ટર કક્ષાનું ગણિત, વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શનમાં શાળાના બાળ વૈજ્ઞાનિકોએ પોતાના માર્ગદર્શક શિક્ષકશ્રીઓ હેઠળ વિજ્ઞાન મેળામાં પ્રાકૃતિક ખેતી, સ્માર્ટ બ્રિજ, ફાયર સેફ્ટી સહિતની અલગ અલગ પાંચ વિભાગમાં કૃતિઓ પ્રદર્શિત કરી હતી. કાર્યક્રમના અંતે ઉના તાલુકાના બી.આર.સી, લામધાર પ્રાથમિક શાળાના આચાર્ય અને સી.આર.સી ઉના-1 તેમજ ત્રણેય ક્લસ્ટરના માર્ગદર્શક શિક્ષકશ્રીઓના હસ્તે ઉત્કૃષ્ટ પ્રદાન મેળવનાર બાળકોને પ્રમાણપત્ર આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યાં હતાં.