એશિયાટિક સિંહોના એકમાત્ર આશ્રયસ્થાન ગણાતા ગીર સોમનાથના સાસણગીર અભ્યારણની આસપાસના વિસ્તારમાં એક વિરલ અને અદ્ભુત ઘટના જોવા મળી હતી. મેંદરડા તાલુકાના માલણકા ગામે વાડી વિસ્તારમાં એકસાથે 9 સિંહ સભ્યોનો કાફલો જોવા મળતા લોકોની આંખો આશ્ચર્યથી પહોળી થઈ ગઈ હતી. માલણકા ગામ પાસે આવેલી એક વાડીમાં 3 સિંહણ અને તેમની સાથે 6 સિંહ બાળ જોવા મળ્યા હતા. કુલ 9 સિંહ આ સમૂહ વાડી વિસ્તારમાં બિન્દાસપણે એકસાથે બેઠેલો જોવા મળ્યો હતો. આ વિસ્તારમાં જંગલ નજીક હોવાથી અવારનવાર સિંહ જોવા મળતા હોય છે, પરંતુ આટલી મોટી સંખ્યામાં સિંહોનું જૂથ, ખાસ કરીને 3 સિંહણ અને 6 સિંહ બાળનું એકસાથે દ્રશ્ય ભાગ્યે જ જોવા મળે છે. સિંહોનો આ મોટો પરિવાર એકસાથે શાંતિથી બેઠેલો જોઈને સ્થાનિકો અને પ્રકૃતિપ્રેમીઓમાં કુતૂહલ અને આનંદની લાગણી ફેલાઈ ગઈ હતી. આ પ્રકારના દ્રશ્યો એ વાતની સાબિતી આપે છે કે ગીર વિસ્તારમાં સિંહોનું સંવર્ધન અને વસ્તીમાં સતત વધારો થઈ રહ્યો છે, જેના કારણે હવે તેઓ જંગલ વિસ્તારની આસપાસના વાડી વિસ્તારો સુધી પણ જોવા મળી રહ્યા છે.
મેંદરડાના માલણકા ગામે સિંહ બાળ સહિત 9 સિંહના કાફલાનો વાડી વિસ્તારમાં આરામ

Follow US
Find US on Social Medias


