3ને લીધા અડફેટે: માતેલા સાંઢની માફક પુરપાટ ઝડપે દોડાવતા કાર ચાલક પર લગામ જરૂરી
રાજકોટના મવડીમાં આવેલ આનંદ બંગલા ચોકમાં પૂરપાટ ઝડપે આવતી કારે અકસ્માત સર્જ્યો છે જેમાં કાર ચાલકે 3 લોકોને અડફેટે લીધા છે. કાર ચાલક નશાની હાલતમાં હોઈ તેવું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે. કાર એટલી સ્પીડમાં હતી કે, ડીવાઈડર પર ચડી ગઈ. ઉલ્લેખનીય છે કે, શહેરમાં માતેલા સાંઢની માફક પુરપાટ ઝડપે દોડવતા કાર ચાલક પર પોલીસે લગામ કસવી જરૂરી બને છે.