સેવા પખવાડા દરમિયાન આયોજન : બંદીવાન કેદીઓએ લીધી પ્રતિજ્ઞા
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે સેવા દરમિયાન નશા મુક્તિ અભિયાન અંતરંગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જુદા જુદા ક્ષેત્રના આગેવાનોએ માર્ગદર્શન આપ્યું હતું જે અંતર્ગત જેલમાં કેદ બંદીવાન કેદીઓએ નશા મુક્તિ અંગે પ્રતિજ્ઞા લીધી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ તારીખ 17થી 2 ઓક્ટોબર સુધી સેવા પખવાડાની ઉજવણી દેશભરમાં કરવામાં આવી રહી છે ત્યારે આ ઉજવણી દરમિયાન યુવાધનને નશાથી દૂર રાખવા નશા મુક્તિ અભિયાન ચાલી રહ્યું છે આ માટે કેન્દ્રના યુવા અને ખેલકૂદ વિભાગ દ્વારા વિવિધ ધાર્મિક અને સામાજિક સંગઠનોને સહભાગી થવા આહવાન આપવામાં આવ્યું છે જેમાં સૂફી ઇસ્લામિક બોર્ડના સહયોગથી રાજ્યભરની જેલમાં નશા મુક્તિ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે જે અંતર્ગત રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે શિબિર યોજાઈ હતી જેમાં જરૂરી માર્ગદર્શન આપી બંદીવાન કેદીઓને પ્રતિજ્ઞા લેવડાવી હતી આ કાર્યક્રમમાં શહેર ભાજપ પ્રમુખ માધવ દવે, જેલ અધિક્ષક વાગીશા જોષી, લેખક હિરેન કોટક, ગુજરાત રાજ્ય હજ કમિટીના પૂર્વ સભ્ય રફીકભાઇ લીમડાવાલા, ગુજરાત સૂફી ઇસ્લામિક બોર્ડના અધ્યક્ષ અનવરહુસેન શેખ, ગુજરાત હાઇકોર્ટના પેનલ એડવોકેટ શ્રીમતી અમન શેખ સહિતનાઓએ ઉપસ્થિત રહી કેદીઓને નશાથી થતા નુકશાન અંગે માર્ગદર્શન આપ્યું હતું.