જૂનાગઢ વર્ષા ઋતુની શરૂઆત થઇ છે ત્યારે ગિરનાર પર્વતની ગીરીમાળાઓ સોળે કળાએ ખીલી ઉઠી છે અને ગીરનાર પર્વત પર સારા વરસાદના લીધે વૃક્ષો લીલાછમ થવા લાગ્યા છે.સાથે વાદળો જાણે ગિરનાર થી વાતું કરતા હોઈ તેવા નયનરમ્ય દ્રશ્યો પ્રવાસીઓને મનમોહક કરી છે
જાણે ગિરનાર સાથે વાદળો વાતું કરતા જોવા મળી રહ્યા છે જયારે પર્વત પર સારા વરસાદના લીધે ધીરે ધીરે પાણીના ઝરણાં શરુ થયા છે અને જયારે ભારે વરસાદ પડે ત્યારે સીડી પરથી ખળખળ વેહતું પાણી દ્રશ્યો પણ જોવા એક લ્હાવો છે.હજુ જેમ વધુ વરસાદ પડશે તેમ ગિરનાર પર્વતની ગિરીકંદરાઓ ઓર સોળે કળાએ ખીલશે તે સમયે ગીરનાર પર્વત પર આવતા પર્યટકો આ અદભુત નજારો નિહાળી જાણે સિમલા કાશ્મીરની વાદીઓને યાદ કરે છે.