હવેથી પ્રશાસન એવા લોકો સામે પણ કેસ નોંધશે જેઓ ચારધામ યાત્રાને લઈને ખોટી માહિતી કે અફવા ફેલાવી રહ્યા છે
ચારધામ યાત્રાને લઈ ફરી એકવાર મોટી અપડેટ સામે આવી છે. વાત જાણે એમ છે કે, ઉત્તરાખંડ સરકારે ચારધામ મંદિરોની 50 મીટરની અંદર રીલ બનાવવા અથવા વિડિયોગ્રાફી કરવા પર પ્રતિબંધ મૂક્યો છે. આ સંદર્ભમાં ઉત્તરાખંડ રાજ્યના મુખ્ય સચિવ રાધા રતુરીએ આદેશ જાહેર કર્યો છે. તેમણે કહ્યું છે કે, હવેથી પ્રશાસન એવા લોકો સામે પણ કેસ નોંધશે જેઓ ચારધામ યાત્રાને લઈને ખોટી માહિતી કે અફવા ફેલાવી રહ્યા છે. ઉત્તરાખંડના મુખ્ય સચિવે અધિકારીઓને તેનો કડક અમલ કરવા સૂચના આપી છે.
- Advertisement -
ઉત્તરાખંડના મુખ્ય સચિવ રાધા રાતુરીએ પ્રવાસન સચિવ, ગઢવાલ ડિવિઝનના કમિશ્નર, એસપી અને જિલ્લા કલેક્ટરને આદેશ આપ્યો છે કે, હવેથી મંદિરોથી 50 મીટરની ત્રિજ્યામાં વીડિયોગ્રાફી, સોશિયલ મીડિયા રીલ્સ વગેરે ન કરવામાં આવે. આનાથી શ્રદ્ધા માટે તીર્થયાત્રા પર આવતા લોકોને મુશ્કેલી થાય છે અને તેમની ભાવનાઓને પણ ઠેસ પહોંચે છે. ચારધામ યાત્રા માટે મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓ આવી રહ્યા હોવાથી કેટલાક લોકો મંદિર પરિસરમાં રીલ બનાવવા કે વિડીયોગ્રાફી વગેરે કરીને બાકીના યાત્રિકો માટે મુશ્કેલી સર્જી રહ્યા હોવાનું જોવા મળી રહ્યું છે. તેને ધ્યાનમાં રાખીને ઉત્તરાખંડ સરકારે આ નિર્ણય લીધો છે.
VIP દર્શન પર પ્રતિબંધ
- Advertisement -
મુખ્ય સચિવે એમ પણ કહ્યું છે કે, કેટલાક લોકો રીલ્સ દ્વારા ભ્રમ ફેલાવી રહ્યા છે. જ્યારે ભ્રામક માહિતી સાથે રીલ બનાવવી અને તેને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવી એ ગુનો છે. જો તમે આસ્થાના પ્રભાવ હેઠળ યાત્રા પર જઈ રહ્યા હોવ તો મંદિરો પાસે આવી રીલ બનાવવી ખોટું છે. આ પણ દર્શાવે છે કે, તમે વિશ્વાસ માટે નથી આવી રહ્યા. આ ઉપરાંત તમે તે લોકોની ભાવનાઓને ઠેસ પહોંચાડી રહ્યા છો જેઓ તેમની આસ્થા માટે અહીં આવી રહ્યા છે. હવેથી આવી ગેરમાર્ગે દોરનારાઓ સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.ચારધામ યાત્રામાં ભક્તોની ભારે ભીડને જોતા VIP દર્શન પરનો પ્રતિબંધ 31 મે સુધી લંબાવવામાં આવ્યો છે. જેથી તમામ ભક્તો સરળતાથી ચારેય ધામોના દર્શન કરી શકે.