દક્ષિણ અમેરિકન દેશ ચિલીમાં ભૂકંપના આંચકા અનુભવાયા. ભૂકંપની તીવ્રતા 6.2ની મપાઈ છે.
ભૂકંપ ઉત્તર-પશ્ચિમમાં આવ્યો હતો
- Advertisement -
યુરોપિયન-મેડિટેરેનિયન સિસ્મોલોજિકલ સેન્ટર (EMSC) અનુસાર, ચિલીના કૈલામા નજીક 6.2 તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. EMSCએ જણાવ્યું હતું કે, ભૂકંપ કૈલામાથી 84 કિમી ઉત્તર-પશ્ચિમમાં આવ્યો હતો. નોંધનીય છે કે, અત્યાર સુધી ઈતિહાસમાં સૌથી વધુ તીવ્રતાનો ભૂકંપ માત્ર ચિલીમાં જ નોંધાયો છે.
ચિલીના વાલ્ડિવિયામાં આવેલા આ ભૂકંપની તીવ્રતા 9.5 નોંધવામાં આવી હતી. આ ભૂકંપમાં 1655 લોકો માર્યા ગયા હતા અને લગભગ 3000 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. 2010માં ચિલીમાં આવેલા ભૂકંપને કારણે 300થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા હતા. આ શક્તિશાળી ભૂકંપ 8.8ની તીવ્રતાનો હતો.