એકવાર ફરી 6.1ની તીવ્રતાના ભૂકંપથી આંદામાન-નિકોબારની ધરા ધ્રુજી ઉઠી છે. જોકે કોઇ પણ પ્રકારની જાનહાનિના અહેવાલ સામે નથી આવ્યા.
અગાઉ 5મી જુલાઈએ પણ ભૂકંપ આવ્યો હતો
કેન્દ્રશાસિત પ્રદેશ આંદામાન-નિકોબારમાં શનિવારના રોજ એટલે કે આજ રોજ મોડી રાત્રે 2:30 કલાકે 6.1ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીના અનુસાર, આંદામાન-નિકોબારમાં આવેલા ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 6.1 નોંધાઇ હતી. ભૂકંપનું કેન્દ્ર કેમ્પબેલ ખાડીથી 431 કિમી દૂર હતું. ભૂકંપની જમીનથી ઊંડાઈ 75 કિમી નીચે હતી. તમને જણાવી દઇએ કે, ભૂકંપના આંચકા એટલા જોરદાર હતા છતાંય હજુ સુધી કોઈ પ્રકારની જાનહાનિના સમાચાર સામે નથી આવ્યા.
- Advertisement -
5મી જુલાઈએ પણ આંદામાન-નિકોબારમાં ભૂકંપ આવ્યો હતો
આ અગાઉ 5 જુલાઈના રોજ આંદામાન-નિકોબારમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જેની રિક્ટર સ્કેલ પર 5.0ની તીવ્રતા નોંધાઇ હતી. સવારના 5:57 વાગ્યે આવેલા ભૂકંપના કારણે ધરતી ધ્રૂજવા લાગી હતી અને લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. આ ભૂકંપનું કેન્દ્ર આંદામાનની રાજધાની પોર્ટ બ્લેરથી લગભગ 215 કિમી દૂર હતું. એ સમયે પણ ભૂકંપના આંચકા જોરદાર અનુભવાયા હતા પરંતુ તેનાથી કોઈ પણ પ્રકારનું નુકસાન નહોતું થયું. એની પહેલા 4 જુલાઈએ પણ આંદામાનમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા.
An earthquake of magnitude 6.1 occurred today at around 2.30 am 431km SSE of Campbell Bay, Andaman and Nicobar island, India. The depth of the earthquake was 75 km below the ground: National Center for Seismology pic.twitter.com/FdKWNg2DBm
- Advertisement -
— ANI (@ANI) September 23, 2022
તાજેતરમાં જ 19 સપ્ટેમ્બરના રોજ લદ્દાખમાં ભૂકંપ આવ્યો હતો
તાજેતરમાં જ 19 સપ્ટેમ્બરના રોજ લદ્દાખમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. આ આંચકા લદ્દાખના કારગીલમાં સવારના 9:30 કલાકે અનુભવાયા હતા. જેની રિક્ટર સ્કેલ પર તીવ્રતા 4.3 નોંધવામાં આવી હતી. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીના અનુસાર, ભૂકંપનું કેન્દ્ર જમીનથી 10 કિમી નીચે હતું. તદુપરાંત 16 સપ્ટેમ્બરના રોજ પણ લદ્દાખમાં ભૂકંપના આંચકા આવ્યા હતા. જેની તીવ્રતા 4.8 નોંધાઇ હતી. આ ભૂકંપનું કેન્દ્ર અલ્ચી (લેહ) થી 189 કિમી ઉત્તરમાં હતું અને તેની ઊંડાઈ જમીનથી 10 કિમી નીચે હતી.