ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.10
ગીર-સોમનાથ જિલ્લાના તાલાલા તાલુકા પંથક સહિત ગીર વિસ્તારની ધરા સતત ત્રીજા દિવસે ધ્રુજી ઉઠી હતી. બે દિવસથી ભૂકંપના આંચકા અનુભવાઇ છે જેમાં ગઇકાલ બપોરના 3:14 મિનીટે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. જ્યારે રિકટર સ્કેલ પર તેની તિવ્રતા 3.7ની નોંધાઇ હતી.
- Advertisement -
આ ભૂકંપનું કેન્દ્ર બિન્દુ તાલાલાથી 13 કિલોમિટર દૂર નોર્થ ઇસ્ટમાં નોંધાયુ હતુ. આ ભૂકંપનો આંચકો તાલાલા સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તાર સાથે ગીર જંગલોમાં આંચકાનો અનુભવ થયો હતો. જ્યારે બીજા દિવસે પણ ભૂકંપનો આંચકો આવતા લોકોમાં ગભરાહટ ફેલાઇ હતી અને આંચકો આવતા લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા.



