ખાસ-ખબર સંવાદદાતા
નાના બાળકોને હંમેશા રમવામાં વધારે રસ હોય છે, અને જો તેમને સારી રીતે રમવા ન મળે તો બાળકોનો શારિરીક વિકાસમાં પણ તેની અસર પહોચે છે. એટલે બાળકોને રુમ પુરવાની જગ્યાએ બહાર રમવા જવા માટે કહેવુ જોઈએ. પરંતુ દરેક જગ્યા પર રમવા માટે ગ્રાઉન્ડ હોતુ નથી. પરંતુ ઘણી જગ્યાએ સારા રમતના મેદાનના અભાવે બાળકોને પોતાના ઘરમાં જ રમવાની ફરજ પડે છે. આવો જ એક કિસ્સો મલેશિયામાં જોવા મળ્યો હતો. જેમા એક 10 વર્ષની બાળકીને જ્યારે રમવા માટે મેદાન નથી મળતું તો તે મુખ્યમંત્રીને રજુઆત કરે છે.
મલેશિયાના પેનાંગમાં રહેતી એક બાળકીને પણ આવી જ સમસ્યા પડી રહી હતી. બાળકીના ઘર પાસેનું રમતનું મેદાન બેકાર થઈ ગયું હતું. મેદાનમાં અનેક જગ્યાએ ખાડા પડી ગયા હતા. જેના કારણે તેની માતાએ તેને ત્યાં રમવા જવા દેતી નહોતી. પરંતુ ત્યાર બાદ આ બાળકીને તેમાંથી ખૂબ જ સારો વિચાર આવ્યો.મલેશિયાના પેનાંગમાં રહેતી જોઅન્નાએ સીએમને પત્ર લખીને સારા પ્લેગ્રાઉન્ડ માટે ડિમાન્ડ કરી હતી.