-વારંવાર કોર્ટમાં ગેરહાજર રહેતા જયાપ્રદાની ધરપકડનો આદેશ
પૂર્વ સાંસદ અને એક્ટ્રેસ જયા પ્રદા વિરૂદ્ધ બિનજામીનપાત્ર વોરંટ જારી કરવામાં આવ્યુ છે. એમપી-એમએલએ કોર્ટ દ્વારા તેમના વિરૂદ્ધ આચાર સંહિતા મામલે આ વોરંટ જારી કરવામાં આવ્યુ છે. કોર્ટે જયા પ્રદાની ધરપકડ કરવાનો આદેશ આપ્યો છે. કોર્ટના આદેશ બાદ રામપુર કોર્ટના વકીલ સંદીપ સક્સેનાનું નિવેદન આવ્યુ છે. તેમણે જણાવ્યું કે, આ કેસ 2019ની લોકસભા ચૂંટણી દરમિયાન દાખલ કરવામાં આવ્યો હતો.
- Advertisement -
વકીલ સંદીપ સક્સેનાએ કહ્યું કે, જયા પ્રદા વિરૂદ્ધ 2019 લોકસભા ચૂંટણી દરમિયાન આચાર સંહિતાના ભંગ મામલે અનેક વખત બિનજામીનપાત્ર વોરંટ જારી કરવામાં આવી ચૂક્યા છે. પરંતુ જયા પ્રદા કોર્ટમાં ન આવ્યા. આજે જયા પ્રદાના એડવોકેટે વોરંટ પાછું ખેંચવા માટે કોર્ટમાં અરજી કરી હતી જે દલીલ બાદ ફગાવી દેવામાં આવી હતી. તેના બંને જામીનદારોને પણ બિનજામીનપાત્ર વોરંટ જારી કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં જયા પ્રદા વિરૂદ્ધ 5 વખત બિનજામીનપાત્ર વોરંટ જારી કરવામાં આવી ચૂક્યા છે.
લોકસભા ચૂંટણી 2019 દરમિયાન ભાજપ નેતા જયા પ્રદા વિરુદ્ધ આચારસંહિતા ભંગનો કેસ નોંધવામાં આવ્યો હતો. તેમની વિરુદ્ધ આ કેસ રામપુરના સ્વાર પોલીસ સ્ટેશન અને કેમરી પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવ્યો હતો.
આ મામલે કોર્ટ તેમની વિરુદ્ધ 4 વખત બિનજામીનપાત્ર વોરંટ જારી કરી ચૂકી છે. સોમવારે તેની સામે પાંચમી વખત વોરંટ જારી કરવામાં આવ્યું છે. આ ઉપરાંત કોર્ટે જયા પ્રદાના જામીનદારોને પણ નોટિસ જારી કરી છે. જયા પ્રદા વિરુદ્ધ આ મામલે આગામી સુનાવણી 19 ડિસેમ્બરના રોજ થશે.
- Advertisement -
આ મામલે વારંવાર કોર્ટમાં ગેરહાજર રહેવાના કારણે જયા પ્રદાનું નિવેદન નોંધાઈ નથી શક્યું. તેમનું નિવેદન નોંધ્યા બાદ જ આ મામલે આગામી સુનાવણી થઈ શકશે. સોમવારે કોર્ટે જયા પ્રદાની અરજી ફગાવી દીધી હતી અને તેમની ધરપકડ કરવાનો આદેશ આપી દીધો છે.