તૃણમૂલ કોંગ્રેસ સાંસદ મહુઆ મોઇત્રાએ પૈસા લઇને પૂછેલા પ્રશ્નના કેસમાં લોકસભાની આચાર સમિતિ આજે સદનમાં રિપોર્ટ હાજર કરશે. રિપોર્ટ હાજર કર્યા પછી મહુઆની સામે સાંસદના પદ પરથી હટાવવાના પ્રસ્તાવને લઇને કાર્યવાહી કરવામાં આવશે. જેની વચ્ચે સદનની બહાર મોઇત્રાએ પત્રકારોને કહ્યું કે, માં દુર્ગા આવી ગઇ છે, હવે તમે મહાભારતનું રણ જોશો.
શું છે સમગ્ર કેસ?
ઉલ્લેખનીય છે કે, ભાજપ સાંસદ નિશિકાંત દુબેએ મહુઆ મોઇત્રા પર આરોપ લગાવ્યો હતો કે તેમણે સંસદમાં પ્રશ્નો પૂછવા માટે લાંચ લીધી હતી. દુબેની ફરિયાદને લઇને લોકસભાની આચાર સમિતિને મોકલાવામાં આવી હતી. આચાર સમિતિને આરોપોની તપાસ કરવાનો હક હોય છે. આ સમિતિ સાંસદના આચાર, વ્યવહાર, આચરણ પર નજર રાખે છે. કોઇ પણ વ્યક્તિ કે સાંસદની સામે આ સમિતિને પુરાવા સાથે લેખિતમાં અરજી કરી શકે છે.
- Advertisement -
LIVE: Parliament Winter Session 2023, Day 5: Ethics panel report on Mahua Moitra listed for tabling in Lok Sabha today
Read @ANI | https://t.co/RxiQ0aWDP3 #ParliamentWinterSession #MahuaMoitra #TMC pic.twitter.com/4fJLwNdQyJ
— ANI Digital (@ani_digital) December 8, 2023
- Advertisement -
મોઇત્રાનું નિવેદન
મહુઆ મોઇત્રાએ લોકસભામાં હાજર થયા પહેલા કહ્યું કે, માં દુર્ગા આવી ગઇ છે, હવે જોજો. જ્યારે મનુષ્ય પર વિનાશ સવાર થઇ જાય છે, ત્યારે તેની વિવેકબુદ્ધિ મરી જાય છએ. તેમણે વસ્ત્રાહરણ શરૂ કરૂ દૂધું છે અને હવે તમે મહાભારતનું રણ જોશો.
સમિતિના અધ્યક્ષ ભાજપ સાંસદ વિનોદ
જણાવી દઇએ કે, 15 સભ્યોવાળી લાકસભાની આચાર સમિતિના અધ્યક્ષ ભાજપ સાંસદ વિનોદ સોનકર છે. સમિતિની સામે જેમણે આરોપ લગાવ્યા છે, તે સાંસદને પોતાનો પક્ષ રાખવા માટે બોલાવવામાં આવે છે. સાથે જ આરોપ લગાવનાર સાંસદ પણ પુરાવા આપવા માટે સમિતિને સામે બોલાવવામાં આવે છે.