ગઇકાલે સાંજે ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથેની બેઠકમાં લેવાયો નિર્ણય
ખાસ-ખબર સંવાદદાતા
ગઇકાલે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં બેઠક મળી હતી. જેમાં રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય અને ઈખઘના પ્રિન્સિપાલ સેક્ટ્રેટરી કે. કૈલાશનાથન હાજર રહ્યા હતા, જ્યારે ગૃહમંત્રી હર્ષ સંઘવી વર્ચ્યૂઅલી જોડાયા હતા. આ બેઠકમાં ઝછઇ જવાનોને છૂટા કરવાનો નિર્ણય હાલ પુરતો મોકૂફ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
હકીકતમાં રાજ્યના ઉૠઙએ ઝછઇ જવાનોને છૂટા કરવાનો આદેશ કર્યો હતો. જેને લઈને રોષે ભરાયેલા ઝછઇ જવાનો સામુહિક રજા પર ઉતરી ગયા હતા. જેને કારણે અમદાવાદ શહેરમાં મોટાભાગના જંક્શનો પર પીક અવર્સમાં ટ્રાફિક જામના દૃશ્યો સર્જાયા હતા.
ઝછઇ જવાનો દ્વારા અનેક જિલ્લા કલેક્ટરોને આવેદન આપવામાં આવ્યા હતા. જેમાં રજૂઆત કરવામાં આવી હતી કે, ઉૠઙ દ્વારા ઝછઇ જવાનોને છૂટા કરવાનો જે નિર્ણય લેવામાં આવ્યો છે, તે અયોગ્ય છે.
પોતાની જવાનીના 10 વર્ષ જેમણે ગુજરાત પબ્લિકની સેવામાં વાપરી દીધા હોય, તેવા લોકોને એક આદેશથી ફરજ મુક્ત કરવા યોગ્ય નથી. આ બાબતે યોગ્ય વિચાર કરવો જોઈએ. આ સાથે જ ઝછઇ જવાનોએ ચિમકી ઉચ્ચારી હતી કે, આવનારા દિવસોમાં યોગ્ય નિર્ણય નહીં લેવામાં આવે, તો જલદ આંદોલન કરવામાં આવશે.
ઉૠઙ દ્વારા ગુજરાતના 9 હજાર ઝછઇ જવાનો પૈકી 1100 જવાનોને 10 વર્ષ પૂરા થવા પર આગામી 30 નવેમ્બરે છૂટા કરવામાં આવવાના હતા. જ્યારે 3000 જવાનોને 31 ડિસેમ્બરે છૂટા કરવામાં આવશે, કારણ કે તેમણે ફરજમાં 5 વર્ષથી વધુ થઈ ગયા છે. આ સિવાય અન્ય 2300 ઝછઇ જવાનોને 3 વર્ષ કરતાં વધારે સમય થઈ ગયો હોવાથી તેમને 31 માર્ચ, 2024માં છૂટા કરવાનો હુકમ થયો હતો.