- ઈુશ્યોર ટેક કંપની પ્લમના રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો
ભારતમાં તબીબી મોંઘવારી દર એશિયામાં સૌથી વધુ છે. તે 14 ટકા સુધી પહોંચી ગયો છે. દિલ્હી અને મુંબઈ જેવા મહાનગરોમાં સંક્રામક બીમારીઓનો ખર્ચ પાંચ વર્ષમાં બમણો થઈ ગયો છે. અન્ય ગંભીર બીમારીઓનો ખર્ચ પણ વધ્યો છે. ઈુશ્યોર ટેક કંપની પ્લમના હાલના રિપોર્ટમાં આ ખુલાસો થયો છે.
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે સારવારનો ખર્ચ 9 કરોડથી વધુ લોકો પર અસમાન રીતે અસર કરી રહ્યો છે અને તેનો ખર્ચ તેના કુલ ખર્ચના 10 ટકાથી વધુ પહોંચી ગયો છે. તેણે કર્મચારીઓ પર પણ નાણાકીય બોજ વધારી દીધો છે. જેમાં 71 ટકા વ્યક્તિગત રીતે પોતાના સ્વાસ્થ્ય ખર્ચ માટે સ્વાસ્થ્ય વીમો લે છે. રિપોર્ટ કહે છે કે માત્ર 15 ટકા કર્મચારીઓને પોતાના નોકરીદાતાઓ દ્વારા સ્વાસ્થ્ય વીમો ઉપલબ્ધ કરાવવામાં આવે છે.
- Advertisement -
કોરોના બાદ તેજી: કોરોના બાદ સારવાર ખર્ચમાં તેજી વધી છે. સારવારમાં ઉપયોગી થતી સામગ્રીઓ પર પણ ખર્ચ વધ્યો છે. પહેલા કુલ બિલમાં તેનો ભાગ 3થી4 ટકા હતો જે હવે વધીને 15 ટકા થઈ ગયો છે.
તપાસથી છેટા રહે છે લોકો: મોંઘી સ્વાસ્થ્ય સેવાઓને લઈને લગભગ 59 ટકા લોકો સ્વાસ્થ્ય તપાસથી દુર રહે છે, જયારે 90 ટકા લોકો નિયમિત પરામર્શની ઉપેક્ષા કરે છે.
પાંચ વર્ષમાં બે ગણું થયું હોસ્પિટલનું બિલ: છેલ્લા પાંચ વર્ષમાં હોસ્પિટલમાં દાખલ થયા બાદ સારવારનો ખર્ચો બે ગણો વધી ગયો છે. સંક્રામક રોગ માટે 2018માં સરેરાશ કલમે 24569 થતા હતા જે હવે 64135 રૂપિયા સુધી પહોંચી ગયો છે.
જરૂરી દવાના ભાવમાં 20 ટકા સુધી વધારો: છેલ્લા 3-4 વર્ષમાં શેડયુલ્ડ દવાઓના ભાવમાં 15-20 ટકા વધારો થયો છે. જેમાં હૃદય, ડાયાબીટીસ, બ્લડ પ્રેસરની દવા મુખ્ય છે. દવાઓના ભાવ વધવાનો દોર પણ કોરોના મહામારી બાદ શરૂ થયો હતો.
- Advertisement -