17 પ્રશ્ર્નોનું સ્થળ પર જ નિરાકરણ કરાયું: બે પ્રશ્ર્નો પેન્ડિંગ
ખાસ-ખબર સંવાદદાતા
રાજય સરકાર દ્વારા જિલ્લા કક્ષાનાં પ્રશ્ર્નોના જિલ્લામાં જ નિરાકરણ મળી રહે તે માટે “ફરિયાદ નિવારણ કાર્યક્રમનું આયોજન કરવામા આવે છે. જે અંતર્ગત રાજકોટ જિલ્લાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ કલેકટર પ્રભવ જોશીના અધ્યક્ષસ્થાને આજરોજ જિલ્લા કલેકટર કચેરી, રાજકોટ ખાતે યોજાયો હતો.
આ કાર્યક્રમ અંતર્ગત 19 પ્રશ્નો બોર્ડ પર લેવામાં આવ્યા હતાં, જેમાં 17 પ્રશ્નોનો સ્થળ પર જ નિકાલ કરવામાં આવ્યો હતો, જયારે બે પ્રશ્નો હાલ પેન્ડિંગ રાખવામાં આવ્યા છે. સ્વાગત કાર્યક્રમ હેઠળ 65 જેટલા પ્રશ્નો અંગે રજુઆત આવી હતી, જે પૈકી કાર્યાલય ખાતેથી નિકાલ થઈ શકે તેવા 45 પ્રશ્નોના નિરાકરણ માટે જે તે વિભાગના અધિકારીઓને નિકાલ અર્થે સૂચના આપવામાં આવી હતી, જયારે અન્ય મુખ્ય 19 પ્રશ્નોના નિરાકરણ અર્થે સમીક્ષા હાથ ધરી કલેકટર દ્વારા સંબંધિત વિભાગના અધિકારીઓને કાર્યવાહી અંગે સૂચના આપી નિરાકરણ કરવામાં આવ્યું હતું.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરી, પોલીસ અધિક્ષક જયપાલસિંહ રાઠોર, આસિસ્ટન્ટ કલેકટર દેવહુતી, પ્રાંત અધિકારી સંદીપ વર્મા સહીત અન્ય સંલગ્ન વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.
રાજકોટ જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો
