ઉદ્ધઘાટનના નામે ડિંડક કરવાનો કોઈ મતલબ નથી
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ ગીરનારની લીલી પરિક્રમા નિયત સમય પેહલા વેહલી શરુ કરી દેવામાં આવતા ગુરુ દત્તાત્રય કમંડળ કુંડ મંદિરના મહંત મહેશગીરી બાપુએ ફરી એકવાર તંત્ર અને નેતાઓને આડેહાથે લીધા છે અને પરિક્રમાનું ઉદ્ધઘાટન એ માત્ર એક ડિંડક છે હવે તેનો કોઈ મતલબ રેહતો નથી તેમ જણાવ્યું હતું.
જૂનાગઢ પરિક્રમા સંદર્ભે પાંચ દિવસ અગાઉ તંત્ર દ્વારા બોલાવેલી બેઠકમાં મહેશગીરી બાપુએ ત્યારે પણ તંત્રને વેહલી પરિક્રમા મુદ્દે અને ગંદકી મુદ્દે તંત્ર સાથે વાતચીત કરી હતી ત્યારે હવે દેવઉઠી એકાદશી પેહલા પરિક્રમા શરુ થઇ જતા રોષ વ્યક્ત કર્યો હતો અને જણાવ્યું હતું કે પરિક્રમા રૂટ પર થતી ગંદકીના લીધે લોકો વેહલી પરિક્રમા શરુ કરી દીધી છે સેંકડો લોકોએ પરિક્રમા વેહલી શરુ શું કામ કરવી પડે તેના માટે તંત્ર નિષ્ક્રિય હોય એટલે લોકોએ વેહલી પરિક્રમા શરુ કરી જયારે પરિક્રમાનો મુખ્ય ગેટ ખોલીને પ્રારંભ કરાવી દીધો ત્યારે હવે ઉદ્ધઘાટન માત્ર એક ડિંડક છે પરિક્રમાની પરંપરા મુજબ દેવઉઠી એકાદશીથી પ્રારંભ થાય છે પરંતુ ભ્રષ્ટ તંત્ર અને ભ્રષ્ટ રાજકારણીઓ પરિક્રમાની પરંપરા તોડી રહ્યાનો આક્ષેપ કરી રોષ વ્યક્ત કર્યો હતો જયારે સનાતન ધર્મની પરંપરાને રાજકારણીઓ મજાક મસ્તી કરે છે બીજી તરફ જલારામ પરિક્રમા અને રબારી સમાજ દ્વારા યોજાતી દૂધ ધારા પરિક્રમા વન વિભાગે બંધ કરાવી ત્યારે નેતાઓ ચૂપ કેમ રહ્યા ત્યારે આવા નેતાઓને જનતા જાણી જાય તે જરૂરી છે.