નેપાળના મકવાનપુર જિલ્લાના ચિતલંગમાં 4.5ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો, અગાઉ 3 નવેમ્બરે નેપાળમાં 6.4ની તીવ્રતાના ભૂકંપના તીવ્ર આંચકા અનુભવાયા હતા.
નેપાળના મકવાનપુર જિલ્લાના ચિતલંગમાં 4.5ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો છે. નેપાળ સિસ્મોલોજી સેન્ટર અનુસાર 23 નવેમ્બર વહેલી સવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જો કે હજુ સુધી કોઈ મોટી નુકશાની અંગે કોઈ માહિતી નથી. તમને જણાવી દઈએ કે આ મહિનાની શરૂઆતમાં 3 નવેમ્બરે નેપાળમાં 6.4ની તીવ્રતાના ભૂકંપના તીવ્ર આંચકા અનુભવાયા હતા. જે નેપાળમાં અનુભવાયેલા 6.4ની તીવ્રતાના ભૂકંપમાં જાન-માલનું નોંધપાત્ર નુકસાન થયું હતું. તે દરમિયાન 157 લોકોના મોત થયા હતા અને હજારો લોકો ઘાયલ પણ થયા હતા.
- Advertisement -
ભારતે રાહત સામગ્ર મોકલી હતી
તમને જણાવી દઈએ કે તાજેતરમાં હિમાલયન રાષ્ટ્ર નેપાળમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા, જેના કારણે ત્યાંના લોકોને ભારે નુકસાનનો સામનો કરવો પડ્યો હતો. છેલ્લી વખત 3 નવેમ્બરે નેપાળના જાજરકોટમાં આવેલા ભૂકંપમાં લગભગ 8000 ઘરો જમીન દોસ્ત થયા હતાં. ભારતે ભૂકંપથી પ્રભાવિત લોકોને કટોકટી સહાય પેકેજ મોકલ્યું હતું, જેમાં તબીબી ઉપકરણો, રાહત સામગ્રી અને ઘણું બધું સામેલ હતું.
નેપાળમાં ભયાનક ભૂકંપ 2015માં
નેપાળના ઈતિહાસમાં અત્યાર સુધીના સૌથી ભયાનક ભૂકંપના આંચકા વર્ષ 2015માં અનુભવાયા હતા. તે સમય 8 હજારથી વધુ લોકો મૃત્યુ પામ્યા હતા, જ્યારે ભૂકંપની તીવ્રતા 7.8 અને 8.1 માપવામાં આવી હતી. ભૂકંપના આ આંચકા 25 એપ્રિલ 2015ના રોજ સ્થાનિક સમય અનુસાર સવારે 11:56 વાગ્યે અનુભવાયા હતા. તે સમયે ઘણા ઐતિહાસિક મંદિરો અને ઇમારતો ખરાબ રીતે નાશ પામ્યા હતા.