ભારત અને કેનેડાની વચ્ચે ખાલિસ્તાની સમર્થકો અને ગતિવિધિઓને લઇને સતત તણાવમાં વધારો થઇ રહ્યો છે. આ વચ્ચે, ભારતીય મૂળના કેનેડાઇ સાંસદ ચંદ્ર આર્યએ સોમવારના એક ખાલિસ્તાની સમર્થકોનો વીડિયો વાઇરલ કર્યો હતો, જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે, તેઓ હિંદુ લક્ષ્મી નારાયણ મંદિરમાં નુકસાની કરવા માંગે છે.
કડક પગલાં લેવાની વિનંતી કરી
કેનેડાઇ સાંસદ આર્યએ આ વીડિયોને સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર રીલિઝ કર્યો છે. સાથે જ, અધિકારીઓ પાસે કાર્યવાહી કરવા તેમજ કડક પગલાં લેવા માટે વિનંતી કરી છે.
- Advertisement -
અભિવ્યક્તિની સ્વતંત્રના ખોટા નામ પર આવી ઘટના બની
તેમણે વધુમાં કહ્યું કે, કેટલાક રિપોર્ટનું માનવામાં આવે તો છેલ્લા અઠવાડિયે સરેમાં આવેલા ગુરૂદ્વારાની બહાર એક વ્યક્તિ સિખ પરિવાર સાથે દુર્વ્યવહાર કરી રહ્યો છે. એવી પ્રતીતી થાય છએ કે, આ ખાલિસ્તીની સમૂહ સરેમાં હિંદુ લક્ષ્મી નારાયણ મંદિરમાં પરેશાની ઉભી કરવા માંગે છે. આ બધા બોલી રહ્યા છે અને અભિવ્યક્તિની સ્વતંત્રતાના નામ પર કંઇ પણ કરી રહ્યા છે. એકવાર ફરીથી કેનેડાઇ અધિકારીઓને કાર્યવાહી કરવા માટે કહી રહ્યો છું.
Last week Khalistan supporters verbally abused a Sikh family outside a Sikh Gurdwara in Surrey BC according to some reports.
Now it appears the same Khalistan group want to create trouble at the Hindu Laxmi Narayan Mandir in Surrey.
All these are being done in the name of… https://t.co/szTznICBo0
— Chandra Arya (@AryaCanada) November 20, 2023
- Advertisement -
ગયા વર્ષ કેટલીય વાર હુમલા થયા
આર્યએ વધુમાં જણાવ્યું કે, ગયા વર્ષ દરમ્યાન હિંદુ મંદિરમાં કેટલીય વાર હુમલા થયા છે. હિંદુ-કેનેડાઇ લોકોની સામે ધૃણાસ્પદ વ્યવહાર કરી રહ્યો છે. આ ઘટનાઓ ખુલ્લેઆમ તેમજ સાર્વજનિક રૂપથી ચાલુ રાખવાની પરવાનગી આપવી એ સ્વીકાર્ય નથી.