રિવર ક્રૂઝમાં આવતાં જ પેટ કમિન્સ બોલ્યો, ‘વન્ડરફૂલ પ્લેસ, સિડનીની યાદ આવી ગઈ’
ખાસ-ખબર સંવાદદાતા
ક્રિકેટ વર્લ્ડ કપ 2023ની ટ્રોફી જીત્યા બાદ ઓસ્ટ્રેલિયાની ટીમના કેપ્ટન પેટ કમિન્સ આજે વર્લ્ડ કપ ટ્રોફી સાથે ફોટો શૂટ કરાવવા માટે સાબરમતી રિવરફ્રન્ટ અને અટલ ફૂટ ઓવરબ્રિજ ખાતે પહોંચ્યો હતો. સાબરમતી રિવરફ્રન્ટ પર રિવર ક્રૂઝની તેણે મુલાકાત લીધી હતી. રિવર ક્રૂઝમાં તેણે એક કલાક સમયગાળો હતો. રિવર ક્રૂઝની પરથી સાબરમતી નદી અને અટલ ફૂટ ઓવરબ્રિજના નજારો જોતા જ બોલી ઉઠ્યા હતા કે વન્ડરફૂલ પ્લેસ… સાથે વર્લ્ડ કપની ટ્રોફી સાથે ફોટોશૂટ કરાવ્યું હતું. ઓસ્ટ્રેલિયાની ટીમના કેપ્ટને ગુજરાતી નાસ્તો ખમણ-ઢોકળાં ખાધા હતા. ઉલ્લેખનીય છે કે, સિડનીમાં પણ હાર્બર બ્રિજ છે, ત્યારે અટલ બ્રિજ જોતા તેને સિડનીની યાદ આવી ગઈ હોય તેવું બની શકે. ઓસ્ટ્રેલિયાની ટીમના કેપ્ટન પેટ કમિન્સ અને અન્ય બે ઓસ્ટ્રેલિયાના ખેલાડીઓ ઈંઈઈના અધિકારીઓ સાથે સવારે 11 વાગ્યાની આસપાસ સાબરમતી રિવર ક્રૂઝ ઉપર પહોંચ્યા હતા. ક્રૂઝ ઉપર તેઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું. કેપ્ટન અને તેમના સાથીઓએ ગુજરાતી નાસ્તો કર્યો હતો. ગુજરાતી નાસ્તામાં ફાફડા, જલેબી, ખમણ, ઢોકળા સહિત 10 પ્રકારના અલગ અલગ ફ્રૂટ અને કોન્ટીનેન્ટલ પીરસવામાં આવ્યું હતું. કેપ્ટન પેટ કમિન્સે ઢોકળા અને ખમણ ખાધા હતા. તેમજ બ્લેક ટી પણ પીધી હતી. સાબરમતી રિવરફ્રન્ટ અને રિવર ક્રૂઝ જોઈ અને તેઓ ખૂબ જ ખુશ થઈ ગયા હતા અને ખૂબ જ સુંદર આઇકોનિક જગ્યા હોવાનુ કહ્યું હતું.
- Advertisement -
ડિસરિસ્પેક્ટફૂલ: વર્લ્ડ કપ જીત્યા પછી મિચેલ માર્શે ટ્રોફી પર પગ રાખીને પોતાનો ગોલ્ડ મેડલ બતાવ્યો
સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહેલી એક તસવીરમાં ઓસ્ટ્રેલિયન ક્રિકેટર મિચેલ માર્શ બંને પગ સાથે વર્લ્ડ કપ ટ્રોફીની ટોચ પર આરામ કરે છે. આ ફોટો શરૂઆતમાં ઓસ્ટ્રેલિયાના કેપ્ટન પેટ કમિન્સે ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો હતો. આ પછીથી આ ફોટો ઘણા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર વાઇરલ થયો. ઇન્ટરનેટે આ ટ્રોફીનું માન ન જાળવ્યું અને ‘ડિસરિસ્પેક્ટફુલ’ ગણાવી તેને ટ્રોલ કર્યો. માર્શે તેના બંને પગ ટ્રોફીની ટોચ પર રીતે રાખ્યા અને તેણે પોતાનો ગોલ્ડ મેડલ બતાવ્યો હતો. ઓસ્ટ્રેલિયાએ વર્લ્ડ કપ ટ્રોફી ઉપાડ્યાના કલાકો બાદ આ તસવીર શેર કરી હતી.