N.R. નારાયણ મૂર્તિ પુત્ર રોહન મૂર્તિ અને પુત્રવધૂ અપર્મા કૃષ્ણનને ગત 10 નવેમ્બરે માતા પિતા બન્યા છે. જેમના ઘરમાં નવા મહેમાનનું આગમન થયું છે.
દેશમાં આઇટી ક્ષેત્રમાં ટોચનું સ્થાન ધરાવતી કંપની ઇન્ફોસિસના સહ-સ્થાપક એન.આર.નારાયણ મૂર્તિના આંગણે નવા મહેમાનનું આગમન થયું છે. તેમનું ઘર છોકરાના કલબલાટથી ગુંજી ઉઠ્યું છે. દીકરાના જન્મના પવિત્ર અવસરની સાથે જ N.R. નારાયણ મૂર્તિ દાદા બની ગયા છે. તેમના પુત્ર રોહન મૂર્તિ અને પુત્રવધૂ અપર્મા કૃષ્ણનને ગત 10 નવેમ્બરે માતા પિતા બન્યા છે.
- Advertisement -
બેંગલુરુમાં જન્મેલ બાળક
બેંગલુરુ ખાતે નારાયણ મૂર્તિ અને સુધા મૂર્તિના પૌત્રનો જન્મ થયો હતો. નોંધનિય છે કે તેઓને પહેલેથી જ કૃષ્ણા સુનક અને અનુષ્કા સુનક નામેં બે પૌત્રીઓ છે, આમ દીકરાના જન્મની સાથે જ બ્રિટનના વડાપ્રધાન ઋષિ સુનક ફુઆ બની ગયા છે. રિપોર્ટ અનુસાર માતા અને પુત્ર બંને સ્વસ્થ છે. મૂર્તિ પરિવારમાં આગમન થયું છે તે નવા મહેમાનનું નામ રિપોર્ટ અનુસાર એકાગ્ર રાખવામાં આવ્યું છે. એકાગ્ર નામનો અર્થ સંસ્કૃતમાં અચળ ધ્યાન અને એકાગ્રતા થાય છે. ત્યારે મૂર્તિ પરિવાર મહાભારતમાં ખૂબ માને છે અને અર્જુનની અતૂટ એકાગ્રતાથી પ્રેરિત હોવાનું માનવામાં આવે છે.
વર્ષ 2019 માં થયા હતા લગ્ન
રોહન અને અપર્ણાનક 2019માં લગ્ન કર્યા હતા. પુત્ર રોહન મૂર્તિએ વર્ષ 2019માં ભારતીય નૌકાદળના નિવૃત્ત અધિકારીની પુત્રી અપર્ણા કૃષ્ણન સાથે લગ્નગ્રંથિતી જોડાયા હતા. ખૂબ જ સાદગી પૂર્વક જીવતા નારાયણ મૂર્તિ તેમના પુત્રના લગ્ન પણ કેટલાક પસંદગીના મહેમાનો અને નજીકના મિત્રોને બોલાવી વિધિ કરી હતી. નોંધનીય છે કે રોહન મૂર્તિએ હાર્વર્ડ યુનિવર્સિટીમાંથી કમ્પ્યુટર સાયન્સમાં પીએચડી કર્યું છે. હાલ રોહન મૂર્તિ અમેરિકા સ્થિત સોફ્ટવેર ડેવલપમેન્ટ ફર્મ સોરોકોના સ્થાપક છે, આ ઉપરાંત, રોહન મૂર્તિ દ્વારા ભારતમાં મૂર્તિ ક્લાસિકલ લાઇબ્રેરીની પણ સ્થાપના કરવામાં આવી છે, તેમની પત્ની અપર્ણા કૃષ્ણન વિશે વાત કરીએ તો, તે નિવૃત્ત નેવી ઓફિસર કે આર કૃષ્ણન અને ભૂતપૂર્વ બેન્કર સાવિત્રી કૃષ્ણનની પુત્રી છે.