ખાસ-ખબર સંવાદદાતા
ગીર સોમનાથ જિલ્લાના છેવાડાના નાગરીકો સુધી સરકારની કલ્યાણલક્ષી યોજનાઓનો લાભ પહોંચાડવા માટે અને વિવિધ યોજનાઓની જાગૃતિ તેમજ પ્રસાર થાય તેવા શુભહેતુસર રાજ્યમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત ગીર સોમનાથ જિલ્લામાં પણ તા.22 નવેમ્બરથી બે માસ સુધી વિકસિત ભારત સંકલ્પ યાત્રા યોજાશે. જિલ્લા કલેક્ટર એચ.કે.વઢવાણિયાના અધ્યક્ષસ્થાને આ યાત્રાનું સુચારૂ આયોજન થાય તે અંતર્ગત બેઠક યોજાઈ હતી.
ગીર સોમનાથ કલેકટર દ્વારા વિકસિત ભારત સંકલ્પ યાત્રાના સુચારૂ આયોજન માટે બેઠક મળી
