ખાસ-ખબર સંવાદદાતા
ગીર-સોમનાથ શ્રદ્ધા અને આસ્થાના પ્રતીક એવા વિસનગર તાલુકાનાં તરભ ખાતે આવેલ આશરે 900 વર્ષ પુરાણા ઇતિહાસ ધરાવતી રબારી સમાજની જગ્યામાં વાળીનાથ મહાદેવ પ્રાણ-પ્રતિષ્ઠા થનાર દેવતાઓની મૂર્તિઓ અને કલ્યાણકારી મહા શિવલિંગની 12 જ્યોતિર્લિંગમાં રુદ્રાભિષેક મહાપૂજા તેમજ મહા આરતી અને પુજા અર્ચના કરવામાં આવી રહી છે જેના ભાગરૂપે રવિવારની સાંજે પ્રથમ જ્યોતિલિંગ સોમનાથ મહાદેવના મંદિર પરિસરમાં રાત્રે ચાર પ્રહર રુદ્રાભિષેક મહાપૂજા તેમજ મહા આરતીનું સહિતની શાસ્ત્રોક્ત વિધિ અનુસાર પૂજા અર્ચના કરવામાં આવી હતી તેમજ સદભાવના ગ્રાઉન્ડ સોમનાથ ખાતે પ્રસાદી અને ભવ્ય લોક ડાયરાનુ આયોજન કરાયુ હતુ. આ પાવન અને કલ્યાણકારી પ્રસંગે ભક્તો, સાધુ – સંતો, રાજકીય અને સામાજીક અગ્રણીઓ તથા ભુવા આતા અને આઈ માતાઓ અને રાજકીય અને સામાજીક મહાનુભાવોએ અને ગુજરાત ભરના રબારી સમાજે હાજરી આપી હતી.