અમદાવાદમાં પરંપરાગત રીતે યોજાતી ભગવાન જગન્નાથજીની રથયાત્રા આ વર્ષે પણ નીકળશે કે નહીં તે અંગે અસમંજસ છે.
આજે ગૃહરાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજા મંદિરના ટ્રસ્ટીઓ સાથે બેઠક કરશે. રથયાત્રાનું આયોજન કરવું કે નહીં તે અંગે નિર્ણય અને શક્યતાઓ પર ચર્ચા કરશે. ગઈકાલે જગન્નાથ મંદિરમાં સેક્ટર-1ના જેસીપી આર.વી.અસારી અને ઝોન-3ના ડીપીસી મકરંદ ચૌહાણે મંદિરમાં મહંત અને ટ્રસ્ટીઓ સાથે બંધ બારણે બેઠક કરી હતી.અષાઢી બીજે રથયાત્રા પહેલા જળયાત્રા યોજાતી હોય છે. ત્યારે જળયાત્રા પણ કઈ રીતે યોજાશે તેના પર ચર્ચા થઈ હોવાનું મનાય છે. અહીં મહત્વનું છે કે કોરોના મહામારીના કારણે ગતવર્ષે અમદાવાદની જગપ્રસિદ્ધ રથયાત્રા સમયે નાથે નગરચર્ચા કરી ન હતી. જોકે આ વર્ષે હવે કેસ ઘટ્યા છે અને રથયાત્રાની તારીખ નજીક આવી રહી છે. ત્યારે અમદાવાદીઓ સહિત સૌ કોઈને રથયાત્રા યોજાશે કે કે તે જાણવા ઉત્સુકતા છે.