-ચીનના વિદેશ મંત્રી વાંગ યીના અમેરિકા પ્રવાસ દરમ્યાન બન્ને દેશ વચ્ચે થઇ મહત્વની બેઠક
હાલ ઇઝરાયેલ અને ભારત વચ્ચે ચાલી રહેલા યુધ્ધમાં વિશ્વ યુધ્ધના હાકલા પડકારા થઇ રહ્યા છે અને પરમાણુ યુધ્ધના ભય વ્યકત કરવામાં આવી રહ્યા છે ત્યારે એક બીજાની દુશ્મન મહાસત્તાઓ ચીન અને અમેરિકા પરમાણુ હથિયાર પર નિયંત્રણ માટે વાતચીત કરવા તૈયાર થયા છે. સોમવારે એક નિવેદનમાં કહ્યું હતું કે વિદેશ મંત્રી વાંગયીના વોશિંગ્ટન પ્રવાસમાં બન્ને દેશો હથિયાર નિયંત્રણ અને તેના અપ્રસારને લઇને વાતચીત પર સહમત થયા છે.
- Advertisement -
અમેરિકા, ચીન સતત પોતાના પરમાણુ હથિયારોની સંખ્યા વધારવાથી ચિંતિત છે. વર્ષ 2021માં અમેરિકાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જેક સુમિવને કહ્યું હતું કે ચીન અને અમેરિકા રણનીતિક રીતે કાયમીના મુદ્ે વાતચીત માટે સહમત થયા છે. જો કે જેક સુમિવમે સ્પષ્ટ કર્યું હતું કે આ વાતચીત હથિયારોની સંખ્યામાં ઘટાડો કરવાની માંગ પર આધારિત નહીં હોય.
ઉલ્લેખનીય છે કે અમેરિકા અને રશિયા વચ્ચે પરમાણુ હથિયારો પર નિયંત્રણને લઇને ન્યુ સ્ટ્રેટેનિક આર્મ્સ રિડકશન સંધિ હતી પરંતુ આ વષની શરુઆતમાં રશિયા આ સંધિમાંથી બહાર આવી ગયું હતું. આ સંધિ અંતર્ગત બન્ને દેશો એક નિશ્ચિત સીમામાં જ પોતાના પરમાણુ હથિયાર તૈયાર સ્થિતિમાં રાખી શકે છે અને બન્ને સાથે જ એક બીજાના પરમાણુ સ્થળોનો પ્રવાસ પણ કરી શકે છે.
જેથી ખબર પડે કે બન્ને દેશ સંધિનો ભંગ નથી કરી રહ્યાને, રશિયા આ સંધિમાંથી નીકળી જતાં દુનિયામાં પરમાણુ યુદ્ધનો ખતરો વધી રહ્યો છે ત્યારે ચીન સાથે વાતચીત કરીને અમેરિકા ક્યાંકને ક્યાંક આ ખતરાને વધતો રોકવા કૌશિષ કરી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે ચીન પાસે હાલ 500થી વધુ પરમાણુ બોમ્બ છે અને વર્ષ 2030 સુધીમાં તે 1000 થઇ શકે છે.
- Advertisement -