ઈઝરાયલની સેના ગાઝામાં બોમ્બબારી કરી રહી છે. UNICEFએ ઈઝરાયલ અને હમાસના યુદ્ધમાં બાળકોના મૃત્યુની સંખ્યા વધતા તેને ખૂબ જ ગંભીર ગણાવતા કહ્યું છે કે, ગાઝા હજારો બાળકોનું કબ્રસ્તાન બની ગયું છે.
ઈઝરાયલની સેના ગાઝામાં બોમ્બબારી કરી રહી છે. હમાસે મંગળવારે જણાવ્યું છે કે, ‘આગામી કેટલાક દિવસોમાં’ વિદેશી બંધકોને મુક્ત કરી દેવામાં આવશે. હમાસે કસમ લીધી છે કે, ગાઝાને ઈઝરાયલી સેનાનું કબ્રસ્તાન બનાવી દેશે. આ સંગઠને 7 ઓક્ટોબરના રોજ અચાનક હુમલો કર્યો હતો, ત્યારપછી 230થી વધુ લોકોને બંધક બનાવી લેવામાં આવ્યા હતા. જેમાં 1,400થી વધુ લોકોએ જીવ ગુમાવ્યો હતો. સંયુક્ત રાષ્ટ્ર એજન્સી UNICEFએ ઈઝરાયલ અને હમાસના યુદ્ધમાં બાળકોના મૃત્યુની સંખ્યા વધતા તેને ખૂબ જ ગંભીર ગણાવતા કહ્યું છે કે, ગાઝા હજારો બાળકોનું કબ્રસ્તાન બની ગયું છે.
- Advertisement -
અલ કસમ બ્રિગેડના પ્રવક્તા અબૂ ઓબૈદાએ જણાવ્યું કે, ‘મધ્યસ્થતા કરનાર લોકોને જણાવી દીધું છે કે, થોડા દિવસોમાં નિશ્ચિત સંખ્યામાં વિદેશીઓને મુક્ત કરી દેવામાં આવશે.’ અત્યાર સુધીમાં 5 બંધકોને મુક્ત કરવામાં આવ્યા છે, જેમાંથી 4 બંધકોને રાજનયિક બેકચેનલના માધ્યમથી વાતચીત કર્યા પછી અને ઈઝરાયલી સેનાના ઓપરેશન પછી એક બંધકને મુક્ત કરવામાં આવ્યો છે.
Unrelenting attacks have taken a devastating toll on Gaza's children.
UNICEF is calling for an immediate humanitarian ceasefire and unrestricted humanitarian access throughout Gaza. pic.twitter.com/DIMoK7ekzC
- Advertisement -
— UNICEF (@UNICEF) October 31, 2023
ઈઝરાયલે કરેલ હુમલામાં અત્યાર સુધીમાં 8,525 લોકોના મોત થયા છે. જેમાં 3,500થી વધુ બાળકો અને નાગરિક શામેલ છે. ઈઝરાયલ સેના અને હમાસના આતંકવાદી વચ્ચે ગાઝામાં ભયંકર યુદ્ધ ચાલી રહ્યું છે. ઈઝરાયલના અધિકારીઓ અનુસાર ઈઝરાયલે ઉત્તરી ગાઝામાં દમીન ઓપરેશન દરમિયાન 300 ઠેકાણા પર હુમલો કર્યો છે. હમાસના બંદૂકધારીઓએ કરેલ ક્રૂર હુમલામાં 1,400થી વધુ લોકોના મોત થયા છે.
‘ગાઝા હજારો બાળકોનું કબ્રસ્તાન બન્યું’
ઈઝરાયલની સેનાએ જણાવ્યું છે કે, તેની સેના ‘ગાઝા પટ્ટીમાં હમાસના આતંકવાદીઓ સાથે ભીષણ યુદ્ધ કરી રહી હતી. જેમાં અનેક આતંકવાદીઓ મોતને ભેટ્યા છે.’ સંયુક્ત રાષ્ટ્ર એજન્સી UNICEFએ યુદ્ધમાં થયેલ બાળકોના મૃત્યુને ગંભીર ગણાવ્યું છે. UNICEF ના જેમ્સ એલ્ડરે જણાવ્યું છે કે, ‘ગાઝા હજારો બાળકોનું કબ્રસ્તાન બની ગયું છે અને જીવિત લોકો માટે નરક છે.’
ઈઝરાયલના પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહૂએ હમાસ સમૂહ સાથે યુદ્ધવિરામની વધતી માંગને રદ્દ કરી છે અને કહ્યું છે કે, તેમણે હમાસને નષ્ટ કરવાની કસમ લીધી છે. 240 બંધકોને મુક્ત કરવાની માંગ કરી છે. સોમવારે રાત્રે જણાવ્યું કે, ‘યુદ્ધવિરામનું આહ્વાન તે હમાસ સામે ઈઝરાયલ માટે આત્મસમર્પણ કરવા, આતંકવાદ સામે આત્મસમર્પણ કરવા, બર્બરતા સામે આત્મસમર્પણ કરવાનું આહ્વાન છે.’