ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ શહેરના હેડ ક્વાર્ટર ખાતે વિજ્યાદશમીના પાવન દિવસે પોલીસ પરિવાર દ્વારા શસ્ત્ર પૂજનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પોલીસ અધિક્ષક હર્ષદ મેહતા,ડીવાયએસપી હિતેશ ધાંધલિયા સહીત પોલીસ અધિકારીનું ઉપસ્થિતિમાં શાસ્ત્રોક વિધિ અનુસાર હેડ ક્વાર્ટરમાં રાખવામાં આવેલ શસ્ત્રોનું પૂજન કરવામાં આવ્યું હતું અને પોલીસ પ્રજાનો મિત્ર તેવા સૂત્રને સાર્થક કરવા પોલીસ સંકલ્પબદ્ધ થયા હતા અને દશેરા નિમિતે મીઠાઇ સાથે વિજયા દશમી પર્વની ઉજવણી કરવામાં આવી હતી.