દરરોજ શહેરના વિવિધ સમાજ અને ક્ષેત્રના મહાનુભાવોની ઉપસ્થિતિ
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટના શ્રેષ્ઠ રાસોત્સવનું બિરુદ મેળવનાર સરગમ કલબ અને સરગમ લેડીઝ કલબ આયોજિત ગોપી રાસોત્સવમાં પાંચમાં નોરતે ભક્તિ અને શક્તિનો રંગ ઘૂંટાયો હતો અને બહેનો મન મુકીને ગરબા રમી હતી. મુંબઈ અને રાજકોટના સિંગરોએ માતાજીના ગરબા અને ફિલ્મી ગીતોનું ફ્યુઝન રજૂ કરીને અનોખો માહોલ બનાવ્યો હતો. ડી.એચ. કોલેજના મેદાનમાં યોજાયેલા આ ગોપી રાસોત્સવને નિહાળવા માટે મોટી સંખ્યામાં શહેરીજનો ઉમટી રહ્યા છે.
પાંચમાં નોરતે આ રાસોત્સવ નિહાળવા મંત્રી ભાનુબેન બાબરિયા, પાર્થરાજસિંહ ગોહેલ, જયપાલસિંહ રાઠોડ, દેવ ચૌધરી, રાજદીપસિંહ જાડેજા, શાંતુભાઈ રૂપારેલીયા, સ્મિતભાઈ પટેલ, ઘનશ્યામભાઈ મારડિયા, નાથાભાઈ કાલરીયા, દિનેશભાઈ અમૃતિયા, મુળજીભાઇ ભીમાણી, પરેશભાઈ ધીંગાણી, ગિરધરભાઈ દોંગા, દિલીપભાઈ સોમૈયા, રમેશભાઈ ઠક્કર, ડો. રાજેશભાઈ તેલી, ઘનશ્યામભાઈ પરસાણા, મુકેશભાઈ રાદડીયા, અનંતભાઈ ઉનડકટ, મનોજભાઈ ઉનડકટ, રામભાઈ બરછા, ગોપાલભાઈ માકડીયા, દીપકભાઈ પટેલ, જયેશભાઈ ઉપાધ્યાય, લતાબેન તન્ના, ચંદ્રિકાબેન ધામેલિયા, રેણુકાબેન યાજ્ઞિક, આશાબેન શાહ, અરવિંદભાઈ પાણ, રમણભાઈ વરમોરા, દીપકભાઈ ઠુમ્મર, હસુભાઈ ચંદારાણા, જીતુભાઈ ભટ્ટ, નીદિતભાઈ બારોટ, વી.પી. જાડેજા, મનોહરભાઈ બાબરિયા, ડી.કે. સખીયા, રતિલાલ સાવલિયા, વિનુભાઈ રામાણી, બિપીનભાઈ ભૂવા, જગદીશભાઈ બોઘરા, મોહનભાઈ વાસદરિયા, આશિષભાઈ સોમૌયા, તીર્થરાજસિંહ ગોહેલ સહિતના તમામ મહાનુભાવોના હસ્તે ઇનામો આપવામાં આવ્યા હતા.
છઠ્ઠા નોરતે ગોપિરાસમાં મુખ્ય મહેમાન તરીકે ઉદયભાઈ કાનગડ, ધનરાજભાઈ જેઠાણી, રમેશભાઈ પટેલ, શંભુભાઈ પરસાણા, સ્મિતભાઈ પટેલ, મુકેશભાઈ શેઠ, પ્રતાપભાઈ પટેલ, પિયુષભાઇ પારેખ, વી.પી. વૈષ્ણવ, અશોકભાઈ વૈષ્નાણી, નટુભાઈ ઉકાણી, મધુભાઈ પટોળીયા, બકિરભાઈ ગાંધી, અશોકભાઈ બાબરાવાળા, વિક્રમભાઈ જૈન, હારીતભાઈ મહેતા, સુનીલભાઈ શાહ, અનિલભાઈ ભોરાણીયા, તેજસભાઈ રાજદેવ, હરગોપાલસિંહ જાડેજા, કરશનભાઈ આદ્રોજા, હિતેનભાઈ કતીરા, અરવિંદભાઈ લીંબાસિયા, ઈશ્ર્વરભાઈ ત્રાડા, ચંદુભાઈ મોલિયા, અશોકભાઈ પટેલ, ઓધવજીભાઈ ભોરણીયા, ચુનીભાઈ ઘોડાસરા, અભિષેકભાઈ ગઢિયા, કમલેશભાઈ રામાણી, અશોકભાઈ જોષી, રાજુભાઈ રૂૂપમ, જમનભાઈ ભાલાણી, દિલીપભાઈ પટેલ, મુકેશભાઈ મેરજા, રાજેશભાઈ નસીત, રશ્મિનભાઈ પટેલ, વિરેન્દ્રસિંહ ઝાલા, જીજ્ઞેશભાઈ આદ્રોજા, સ્મિતભાઈ ત્રિવેદી, કાળુભાઈ કાનગડ વગેરે મહાનુભાવો ઉપસ્થિત રહેશે.
આ રાસોત્સવને સફળ બનાવવા માટે ગુણવંતભાઈ ડેલાવાળાના માર્ગદર્શન હેઠળ મૌલેશભાઈ પટેલ, હરેશભાઈ લાખાણી, ડો. ચંદાબેન શાહ, નીલુબેન મહેતા, અલ્કાબેન કામદાર, ગીતાબેન હિરાણી, મીનાક્ષીબેન લીંબાસીયા, મિતાબેન વ્યાસ, જાનવીબેન પાઠક, દર્શનાબેન ભંડેરી, નરેન્દ્રભાઈ આડેશરા, ધીરેનભાઈ ઓઝા, નીતિનભાઈ ગોંડલિયા, ભરતભાઈ સોજીત્રા વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે.