કોમ્પિટીશનમાં જોડાયા અનેક ખેલૈયાઓ: સંઘના આગેવાનો-બિલ્ડર એસો. સભ્ય-ડૉક્ટરોની બહોળી હાજરી
ખાસ-ખબર સંવાદદાતા
સતત છઠ્ઠા વર્ષે એ જ સ્થળ ઉપર જૈન સમાજ માટેનું આગવું આયોજન જૈનમ નવરાત્રી મહોત્સવ 2023 જેમાં પાંચમા નોરતે આર.એસ.એસ.ના આગેવાનો, રાજકોટ બિલ્ડર એસોસીએશનના સભ્ય એવા નામાંકિત બિલ્ડરો, રાજકોટ આઈ.એમ.એ.ના સભ્યો એવા જાણીતા ડોકટરો અને ભાજપના અનેક અગ્રણીઓ તેમજ સહકારી સંસ્થાના બેન્કના આગેવાનો બહોળી સંખ્યામાં હાજર રહયા હતા. ગઇકાલે પાઘડી અને બિંદી કોમ્પીટીશનમાં મોટી સંખ્યામાં ખેલૈયાઓ ઉત્સાહ ભેર જોડાયા હતા. તેમજ આ કોમ્પીટીશનમાં વિજેતા થનાર ખેલૈયાઓને ઉપસ્થિત મહાનુભાવોનાં હસ્તે ઈનામો એનાયત કરવામાં આવ્યા હતા.
સ્ટેજ પરથી ડાક-ડમરુંના સથવારે ગાયકોએ ખેલૈયાઓને ખૂબ ડોલાવ્યા હતા. દરરોજ એક પેવેલીયન હોલ્ડરને નવરાત્રી મહોત્સવમાં મુખ્ય અતિથિ તરીકે ઘોષીત કરી તેમના સમગ્ર પરિવારનું અદકેરું સ્વાગત અભીવાદન કરવામાં આવે છે. જે અંતર્ગત ગઇકાલે આ રાસોત્સવના ટાઈટલ સ્પોન્સર તથા પેવેલીયન હોલ્ડર એવા કામદાર પરિવાર તથા મહેતા પરિવારનાં દામીનીબેન કામદાર, જયભાઈ કામદાર, વિશેષભાઈ કામદાર, અરૂણાબેન મણીઆર, હીતેશભાઈ મહેતા,મનીષભાઈ મહેતા, વિપુલભાઈ પરમાર, પ્રશાંતભાઈ દેસાઈ, દિપભાઈ ભેસાણીયા, નૈમીષભાઈ શાહ, શ્ર્વેતાબેન શાહ, રાજુભાઈ વોરા, ભુમીકાબેન દેસાઈ, કૌશીકભાઈ મહેતા, જયેશભાઈ નાગોદરીયા, ભાવેશભાઈ મહેતા, કુંજલબેન નાગોદરીયા, કેયા મહેતા, રીના મહેતા, ચીરાગભાઈ સંઘવી, કાજલબેન મહેતા દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. કુમકુમ તિલકથી સ્વાગત કરી વિન્ટેજ કારમાં સવાર થઈ કામદાર તેમજ મહેતા પરિવારએ ખેલૈયાઓ, શ્રોતાઓનું અભિવાદન સ્વીકાર્યું હતું.
સાથે આ બન્ને પરિવારજનો સમુહ આરતીમાં જોડાયા હતા. આખા કાર્યક્રમમાં ઉત્સાહભેર ભાગ લઈ દેશભકિતનાં ગીતો સમયે તિરંગા લહેરાવી રાષ્ટ્રભકિતનાં માહોલમાં બન્ને પરીવારો હરખભેર જોડાયા હતા.
જૈનમ પરિવારના આમંત્રણ માન આપીને મુખ્ય અતિથિ સાંસદ રામભાઈ મોકરીયા, મોહનભાઈ કુંડારીયા, રાષ્ટ્રીય સ્વયં સંઘનાં આગેવાન નરેન્દ્રભાઈ દવે, કિશોરભાઈ મુંગલપરા, સહકાર ક્ષેત્રના બેન્કરો દિનેશભાઈ પાઠક, ગોપાલભાઈ માંકડીયા, દિપકભાઈ પટેલ, ઈન્ડીયન મેડીકલ એસોસીએશનના પ્રમુખ ડો.પારસ ડી. શાહ, મંત્રી ડો.સંજયભાઈ ટીલારા, ડો.હિરેનભાઈ કોઠારી, ડો.અતુલભાઈ પંડયા, ડો.ભરતભાઈ કાકડીયા, ડો.તેજસભાઈ કરમટા, ડો.ચેતનભાઈ લાલસેતા, ડો.દર્શનાબેન પંડયા, ડો.ભાવેશભાઈ સચદે, ડો.સંજયભાઈ ભટ્ટ, ડો.તુષારભાઈ પટેલ, ડો.કાન્તભાઈ જોગાણી, ડો.દિપેશભાઈ ભાલાણી, ડો.અમીતા ભાલાણી, ડો.શ્રેણીકભાઈ દોશી, ડો.શ્યામભાઈ ગોહીલ, ડો.પીયુષભાઈ ઉનડકટ, ડો.રશ્મી ઉપાઘ્યાય, રાજકોટ બિલ્ડર એસોસીએશનના સભ્ય અગ્રણી બિલ્ડર એવા અમિતભાઈ ત્રાંબડીયા, રાજદીપસિંહ જાડેજા, રણધિરસિંહ જાડેજા, રૂસિતભાઈ ગોવાણી, શહેર ભાજપ કાર્યાલય મંત્રી હરેશભાઈ જોશી, ભાજપ આગેવાન દિનેશભાઈ કારીયા, એસન્ટ પરીવારનાં નયનેશભાઈ પારેખ અને રૂપલબેન પારેખ તેમજ રેડ એફએમના ધવલભાઈ ગૌસ્વામીએ જૈનમના આમંત્રણને માન આપી ઉપસ્થિત રહયા હતા.
ચોથા નોરતે યોજાયેલા રાસોત્સવમાં વિજેતા થયેલ ખેલૈયાઓના નામમાં સીનીયર પ્લેયર મેલ પ્રિન્સ તરીકે પ્રથમ ધવલ કોઠારી, દ્વિતીય ક્રમે મીત શાહ અને તૃતીય ક્રમે પ્રિયાંક અજમેરા, સિનીયર પ્લેયર ફીમેલ પ્રિન્સેસમાં દ્વિતીય ક્રમે કોઠારી માનસી, તૃતીય ક્રમે વોરા જીનાલી ઉપરાંત કિડ્સ પ્લેયર બોયઝ પ્રિન્સમાં પ્રથમ ક્રમે ભવ્ય શેઠ, દ્વિતીય ક્રમે દિશીત ઝાટકીયા, તૃતીય ક્રમે જૈનમ દેસાઈ તેમજ કિડ્સ પ્લેયર ગર્લ્સ પ્રિન્સેસમાં પ્રથમ ક્રમાંકે ધ્રુવિ મોદી, દ્વિતીય ક્રમે રુતુ વોરા, તૃતીય ક્રમાંકે મંસિકા દોમડીયા રહ્યા હતા.