ખાસ-ખબર સંવાદદાતા
ગીર સોમનાથ જિલ્લાના ગીરગઢડા તાલુકા હેલ્થ ઓફિસરની ઓફીસમાં જાણે રામ રાજ્ય પ્રજા સુખી જેવો ઘાટ જોવા મળી રહ્યો છે. ત્યારે આ ઓફીસમાં કોઇ અધિકારી 4 વાગ્યે હાજર જોવા મળેલ નહી અને ઓફીસમાં ઇલેક્ટ્રીક વિજ ઉપકરણો ટ્યુબલાઇ, ટીવી, પંખા, આ ઉપરાંત ટીવીમાં ફૂલ અવાજમાં ક્રિકેટ શરૂ હતું. જોકે આ ઓફીસના જવાબદાર અધિકારી સ્ટાફ પોતાની મોજ પડે ત્યારે ઇલેક્ટ્રીક વિજ ઉપકરણો ચાલુ રાખી ચાલ્યા જતા હોય છે. તેવા સવાલો લોકોમાં થઇ રહ્યો છે. ત્યારે આ બાબતે જવાબદાર સામે કાર્યવાહી હાથ ધરવામાં આવે તેવી લોકોની માંગ ઉઠવા પામેલ છે. ત્યારે ગીરગઢડા હેલ્થ ઓફીસમાં રામ રાજ્યને પ્રજા સુખી જેવો ઘાટ જોવા મળ્યો હતો.