ખાસ-ખબર સંવાદદાતા
મોરબીના લખધીરવાસ ચોકમાં તા. 20 ઓક્ટોબરથી બેંગલ દુર્ગાપુજા ગ્રુપ કમીટી દ્વારા સાતમાં વર્ષે દુર્ગાપુજા મહોત્સવનું શાનદાર આયોજન કરવામાં આવશે.
મોરબીના લખધીરવાસ ચોકમાં નવરાત્રીના છઠા દિવસ એટલે કે તા. 20 ઓક્ટોબર થી તા. 24 ઓક્ટોબર વિજયાદશમી સુધી બેંગલ દુર્ગાપુજા ગ્રુપના કમીટી મેમ્બર્સ દ્વારા છેલ્લા સાત વરસની જેમ આ વર્ષે પણ દુર્ગાપુજા મહાઉત્સવનું જાજરમાન આયોજન કરવામાં આવ્યું છે.
દુર્ગાપુજા કોઈ પ્રદેશ કે પ્રાંતમાં નહીં પરંતુ તમામ જન જાતિ સમુદાયને સાથે રાખીને ઉજવવામાં આવે છે.
દુર્ગાપુજા ઉત્સવને યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરીટેજ ફેસ્ટીવલમાં સ્થાન આપવામાં આવ્યું છે. દુર્ગાપુજા આપણા દેશમાં જ નહી પરંતુ વિદેશમાં પણ ધામધૂમથી ઉજવવામાં આવે છે. પાંચ દિવસ ચાલતા આ ઉત્સવમાં સ્થાપના, દેવી દુર્ગાનું બોધન, આહવાન, નિવાસ, નવ પ્રતિકા પ્રવેશ, સપ્તમી મીહિત પુજા, મહા અષ્ટમી કલ્પેરંભ, મહા નવમી વિહીત પુજા, દશમી વિહીત પુજા, સરસ્વતી પુજા, દુર્ગાષ્ટમી, હવન, પુષ્પાંજલિ, લક્ષ્મી પુજા, મહાઆરતી, ઢોલ અને સિંદુર ખેલા જેવા અનેક કાર્યક્રમો પણ ઉજવવામાં આવે છે અને વિજયા દશમીના દિવસે દુર્ગાપુજાનું ભવ્ય વિર્સજન કરવામાં આવે છે.