ખાસ-ખબર સંવાદદાતા
ગીર સોમનાથ જિલ્લામાં સ્વચ્છતા હી સેવા અભિયાનના પ્રારંભ રૂપે થીમ આધારિત સફાઈ અંતર્ગત તાલાલા બસ સ્ટેશન અને રેલવે સ્ટેશનની સાફ સફાઈ કરવામાં આવી હતી.
સમગ્ર રાજ્યમાં બસ સ્ટેન્ડ અને રેલવે સ્ટેશનની સઘન સાફ સફાઈ કરી પ્રારંભ કરવામાં આવ્યો છે. ત્યારે જિલ્લાના તાલાલા ખાતે બસ સ્ટેશન અને રેલવે સ્ટેશનની સાફ સફાઈ કરવામાં આવી હતી. જેમાં રેલ્વે સ્ટેશન અને બસ સ્ટેશન ખાતે ખાલી બોટલો,કોથળીઓ સહિતના કચરાને દુર કરવા સહિતની પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી હતી.આ સફાઈ પ્રવૃતિમાં રેલવે સ્ટેશન, બસ સ્ટેશન, અને તાલાલા નગરપાલીકા વગેરેના કર્મચારીઓ જોડાયા હતા.